________________
કર્મયોગ
કપ
૧૩.
કર્મચાગ-૧
ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પરમ રહસ્યો જેવાં આપણું શાસ્ત્રમાં શોધાયાં છે તેવાં બીજા કોઈ પણ દેશનાં શામાં શોધાયાં નથી એમ આપણે સકારણ અભિમાનથી માનીએ છીએ; આપણાં શામાં પણ
“જીતા સુગીતા કર્તવ્યા વિનઃ શાશ્વવિહતા. ra vaarમા મુavailaઃસૃતા | ” એમ શ્રીમદ્ભગવત્રતામાં સર્વ સત્યેનું સન્દહન થએલું કહેવાય છે, અને એ મહાન ગ્રન્થને મહાન ઉપદેશ તે કર્મયોગ છે એમ આપણે સારી રીતે જાણીએ છીએ. આ દષ્ટિએ વિચારતાં, આજનો વિષય એ વિશાળ ગંભીર અને રહસ્યભૂત લાગે છે કે એનું નિરૂપણ કરવા જતાં મન અને વાણું કંપે એ સ્વાભાવિક છે. પણ બીજી દષ્ટિએ વિચારતાં–આજના વિષય કરતાંવધારે નિકટ પડે, સહેલો અને સરળ બીજો વિષય જ નથી. જેમ પરમાત્મા “
અ યાન મત મણીયાર ડેટાથી પણ મહેટ અને નહાવાથી પણ ન્હાને છે, તેમ આપણે આજને વિષય–જે પરમાત્માને જ લક્ષે છે અને એની જ પ્રાપ્તિને રાજમાર્ગ છે–તે પણ એના જેવો જ મહટામાં મહેટ અને નાનામાં ન્હાને, કઠણમાં કઠણ અને સહેલામાં સહેલો છે. પરમાત્મા કાંઈ વિદ્વાનેને જ નથી–વિદ્વાને છે તેમ બાળકને પણ છે; તેમ કર્મિગ તે પણ પંડિતએજ ચર્ચાનો વિષય નથી; સામાન્ય જનને પણ એ વિષે વિચાર કરવાનો અધિકાર છે-બલ્ક કર્તવ્ય છે. આ બાજુ ઉપર હું આપનું ખાસ લક્ષ ખેંચવા માગું છું કારણકે ઘણું માણસો આવા વિષય તે માત્ર વિદ્વાને માટે જ છે એમ સમજી એનાથી
હીને આઘાં રહે છે; આ વિષય તે આપણા જીવનને રોટલો છે. ખાધા વિના ચાલે તે આ વિષય વિના ચાલે. આપણું જીવનને ટકાવવા કાંઈને કાંઈ કમૅરૂપી અન્ન તે આપણું શરીરમાં આપણે નાંખતા જ રહીએ છીએ ઊંઘમાં કોળીઆ ભરીએ છીએ એટલે શું ખાઈએ છીએ-કાચુ કે પાકું,
એક ભાવાર્થ—ગીતા કે જે સાક્ષાત વિષ્ણુભગવાનના મુખકમળમાંથી નીકળી છે તેને સારી પેઠે આત્મામાં ગાઈ લેવી–બીજાં લાંબાં લાંબાં શાસ્ત્રોનું કાંઈ જ પ્રયોજન નથી.