________________
શ્રીમદ્દભગવદગીતા
કાઢવા યત્ન કરે છે કે સદવર્તનમાં જ સુખ રહેલું છે, અને તેથી એ બેને વિરોધ જ સંભવ નથીઃ અન્ય સર્વ સુખે ગૌણ છે વા મિથ્યા છે; સકર્તન એ જ પરમ સત્ય સુખ છે. પરંતુ આમાં પણ જે સુખ મેળવવાના ઉદેશથી જ પ્રવૃત્તિ થતી હોય તે એ પ્રવૃત્તિ સ્વાથી જ ગણાય. અને ઉપરના સિદ્ધાન્ત પ્રમાણે આ સિદ્ધાન્ત પણ અગ્રાહ્ય ઠરે. ત્યારે સુખ આનુષંગિક ભલે રહે, પણ કર્તવ્ય તે કર્તવ્ય ખાતર જ કરવું જોઈએ—કેન્ટનું આમ કહેવું હતું, અને એ કહેવું ઠીક છે. પરંતુ આ સિદ્ધાન્તમાં કઠેરતા, કર્કશતા હૈઈ મનુષ્યને આકર્ષે એવું એમાં કાંઈ જ આવતું નથી, કઈક એવી શક્તિ શોધી કાઢવી જોઈએ કે જેના અવલંબમાં મનુષ્યને આનન્દ આવે, મનુષ્ય સ્વયં આકર્ષાય, અને છતાં એમાં સ્વાથનુસરણ કે પારતન્યને દેષ ન નડે. આ શક્તિ ભગવત્પરાયણતામાં રહેલી છે. જેના હૃદયમાં કેઈક ક્ષણે પણ એને ભાવ થયો છે, જેની જીવનનૌકા ક્ષણવાર પણ એના વહેણમાં પડી સન્માર્ગે ચાલી છે, જેને વિચાર એકવાર પણુએ અમૃતમય
જ્યોતિની ઝાંખી કરી આવ્યો છે–તે એનું દિવ્ય આકર્ષક માધુર્ય કદી પણ વીસરતો નથી, અને એનામાં જ એને પિતાને આત્મભાવ અનુભવાય છે. જે ભગવાનને “સર્વભાવે શરણે ગયો છે–જેણે એ સર્વાત્મભૂત મહાન પદાર્થમાં જ પિતાનું આત્મત્વ જોયું છે, અને લોકે જેને “આત્મા કહે છે એ ક્ષુદ્ર પદાર્થ એને સમર્પી દીધું છે–તેને સ્વાર્થનુસરણનો પ્રસંગ જ કયાં રહ્યો? વળી, જે “ર ના તરંગ ઉપર ડેલ તરંગરૂપ થઈ રહ્યો છે તેની આગળ કઠેરતા, કર્કશા પણ કેવી ?
આમ વિચારદષ્ટિએ જોતાં પણ ભગવત્પરાયણતાને માર્ગ જ ઉત્તમ કરે છે. માટે જ એક અંગ્રેજ કવિ કહે છે કે –
“ Away, baunt not thou me,
Thou vain Philosophy! Little hast thou bestead, Save to perplex the head And leave the Spirit dead. Unto thy broken cisterns wherefore go, While from the secret treasure depths below, Fed by the skyiey shower, And clouds that sink and rest on bill-tops high, Wisdom at once, and Power