________________
શ્રીમદ્ભગવદ્દગીતા
શકતું જ નથી. વ્યવહાર અને પરમાર્થ ઉભય એક જ માર્ગ છે, જે પ્રથમ નીચે થઈ પછી ઊંચે જાય છે. શિખરે ચઢીને જતાં ઉભય ભાર્ગ એક રેખારૂપ થઈ રહે છે; ભેદ એટલો જ છે કે નીચેથી જે જે વસ્તુઓનું દર્શન ન થતું હોય તેનું ઉચ્ચ પ્રદેશ ઉપરથી દર્શન થાય છે, અને સર્વનું પ્રાપ્તવ્ય
સ્થાન જે શિખર–પરમાત્મવસ્તુ–તે આ ઊંચા માર્ગને આશ્રય લેવાથી જ પ્રાપ્ત થાય છે. સાથે એટલું સ્મરણમાં રાખવાનું છે કે માર્ગે ચાલવું એ ચાલવા માટે નથી પણ શિખરે પહોંચવા માટે છે. અને રસ્તામાં ઊંચે ચઢાવ આવે વા આડા ફરવું પડે છે તેથી જરા પણ સંકોચ ખાવાનો નથી. લોકબુદ્ધિમાં જે કાંઈ સત્ય મનાતું હોય એ સર્વને ખોટું ઠરાવવા માટે તત્ત્વજ્ઞાન નથી. તેમ એણે લેકબુદ્ધિના ગુલામ થઈ રહેવાનું પણ નથી. લોકબુદ્ધિનું અન્તર્ગત પરમતત્ત્વ પકડી એ તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી લઈ, તદનુસાર જે જે લોકવિચારે ભ્રમાત્મક લાગે છે તે દૂર કરવા, અને પિતાનું સામ્રાજ્ય સ્થાપવું એ જ એનું કામ છે.
વેદાન્ત ઠીક બતાવે છે કે “ઘટ છે “પટ છે ઈત્યાદિ જે કહેવામાં આવે છે ત્યાં એ કથને સશે ભ્રમાત્મક નથી; ઘટ પટ આદિમાં જે સદંશનું સ્કુરણ થાય છે એ બ્રહ્મને પ્રકાશ છે, અને એ લેશભાર પણ મિથ્યા નથી. બ્રહ્મની સર્વાત્મકતાના વિરોધી જે ઘટપટાદિ ભાવો એ જ મિથ્થા છે, અને એ ભાવોને બ્રહ્મમાં લય અનુભવાય ત્યારે જ સમ્યગ જ્ઞાન થયું કહેવાય. એ જ રીતે પ્રકૃતિમાં પણ લૌકિક સદ્ધર્તનને તદ્દન ઉથલાવી પાડવું એ તત્ત્વજ્ઞાનને આશય નથી. એ સદવર્તનનું સારાપણું શેમાં રહેલું છે એ તારવી કાઢવું, અને તે તે વર્તનમાં સ્વતઃ કાંઈ પણ સારા ખોટાપણું નથી એમ બતાવી જેના ઉપર એમના સારા ટાપણાને આધાર છે એ તત્ત્વ ઉપર જિજ્ઞાસુનું ધ્યાન ખેંચવું, એ ઘેરણે જ એને વિચાર કરવા કહેવું, અને એ રીતે વિચારતાં જે પ્રતિકૂલ દેખાય તેને ક્રમેક્રમે અસ્તિત્વહીનમાત્ર માયારૂપ અનુભવતાં શીખવવું, જેથી પરિણામે એકરસ બ્રહ્મની સમતા જ અંતર્ બહિર્ સર્વત્ર વિલસી રહે, એ તત્ત્વજ્ઞાનને ખરે ઉદ્દેશ છે. એ જ કર્મગ અને એ જ “જ્ઞાનયોગ છે.
એની પ્રાપ્તિમાં મુખ્ય અન્તરાય–સમસ્ત ગીતા રચાવામાં બીજભૂત સ્થિતિ–આત્મસ્વરૂપનું જ્ઞાન છે. આત્મા એ આગીઆના ચળકાટ જેવો ક્ષણિક પદાર્થ નથી, તેમ સમુદ્ર કાંઠે પડેલા અસંખ્ય શંખલાઓ પેઠે વિશ્વને એક અવાન્તર પદાર્થ પણ નથી. કાલ પણ જેના વિના અસિદ્ધ