________________
અષ્ટાદશકી ગીતા
આ રીતે જે પ્રકૃતિ અને પુરુષ વા પુરુષોત્તમનો સંબન્ધ સમજ્યો છે, તે કઈ પણ કાળે પ્રકૃતિથી નાશી છૂટવાન ફેકટ યત્ન નહિ કરે, પણ પ્રકૃતિમાં રહ્યા છતાં સ્વ-સ્વરૂપ સાચવી રાખવા તત્પર રહેશે. ત્યારે જે પ્રકૃતિમાં રહેવું જ પ્રાપ્ત થયું છે તે શા નિયમને અનુસરી રહેવું એ નકકી થવું જોઈએ. આ વિષે ભગવાન કહે છે કે મનુષ્યહદયમાં “શાસ્ત્ર” અને “કામ” ને ઝઘડે ચાલ્યા જ કરે છે, તેમાં જે પુરુષ “કામ”ને સ્વીકારી
શાસ્ત્ર” ને ત્યજે છે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી; સુખ પણ પ્રાપ્ત કરી શકતો નથી, અને “પરાગતિ” તો એને શેની જ હોય ? આ વાત નીચેના સ્પેકમાં કહી છે. અત્રે એક રહસ્ય સમજવાની જરૂર છે. સ્કૂલભાગ પુરુષો માટે તો “શાસ્ત્ર” શબ્દને અર્થ ધર્મશાસ્ત્રનાં વાક્યો છે. પણ સૂમવિચારી જને માટે એનો અર્થ ધર્મશાસ્ત્રનું છેવટનું પ્રભવસ્થાન જે પરમાત્મા તેની ઈચ્છા છે. ધર્મશાસ્ત્રનું છેવટનું પ્રભવસ્થાન પરમાત્માની ઇચ્છા શી રીતે ? આ રીતે–જેમાં જેમાં મનુષ્યને કર્તવ્યબુદ્ધિ થાય છે તે તે છેવટ સુધી વિચારી જોતાં પરમાત્માની ઈચ્છા રૂપે જ એને સમજાય છે. આવી કર્તવ્યબુદ્ધિ એક તરફ અન્તઃ શાસ્ત્ર (Subjective Conscience) રૂપે પ્રત્યક્ષ થાય છે, અને બીજી તરફ બાહ્યશાસ્ત્ર (Objective Conscience) પણ એના જ પરિણામ રૂપે ફુરે છે, ઘડાય છે. આન્તર અને બાહ્ય શાસ્ત્રમાં એક જ પરમાત્માને અનહદ–અનાહત-નાદ” વાગે છે એ વાત, પ્રમાતા અને પ્રમેયમાં એક જ ચૈતન્ય (પરમાત્મા) પ્રકટ થાય છે એ વેદાન્ત સિદ્ધાન્ત સમજનારને સુગમ્ય છે. આન્તરશાસ્ત્ર બાહ્યશાસ્ત્રને સુધારે છે, બાહ્યશાસ્ત્ર આન્તરશાસ્ત્રને નિયમમાં રાખે છે–ઉભયની સમતા એ શાસ્ત્રની ઉત્તમ સ્થિતિ છે. હૃદયની નિર્બલતા ભરેલી લાગણીથી ઘેરાઈ ક્ષત્રિયને ધર્મ લોપવા બેસનાર અર્જુનને કૃણુ ઉપદેશ છે કે તારે તારા હૃદયના “કામ”ને વશ ન થતાં, અનેક ડાહ્યા પુરુષોએ પ્રકૃતિનું સ્વરૂપ ખૂબ સૂક્ષ્મતાથી તપાસી ક્ષત્રિય માટે જે નિયમે “શાસ્ત્ર” રૂપે બાંધ્યા છે તેનું જ સેવન કરવું જોઈએ. બાહ્યશાસ્ત્રને સુધારે એટલે જેને ઉચ્ચ અધિકાર થયા નથી તેણે પોતાના આન્તરશાસ્ત્રને પણ બાહ્યશાસ્ત્રના તાબામાં મૂકવું; કારણ, એનું આન્તરશાસ્ત્ર ભૂલ ભરેલું હોવાનું બહુ સંભવ છે. ઉત્તભાધિકારીને આન્તરશાસ્ત્ર વડે બાહ્યશાસ્ત્ર સુધારવાને હક છે. આવા પુરુષો જનસમાજના શિષ્ય નહિ પણ ગુરુ કહેવાય છે, કેમકે જ્યારે જનસમાજ