________________
અષ્ટાદશશ્લોકી ગીતા
भूमिरापोऽनलो वायुः ख मनो बुद्धिरेव च।। अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥ ७ अ० ४ प्रलो०
(જ્ઞાનવિજ્ઞાન) [“ભૂમિ આપ, અનલ, વાયુ, ખ, મન અને બુદ્ધિ પણ, તથા અહંકાર એ આટલી ભારી ભિન્ન પ્રકૃતિ અષ્ટધા છે.”]
પરંતુ આ અષ્ટવિધ પ્રકૃતિમાં બ્રહ્મદર્શન શી રીતે કરવું ? આને ઉપાય બતાવે છે કે કાર હકાર અને કાર તથા અર્ધમાત્રા, અને બિન્દુ મળી તે પ્રવણ મંત્ર, (ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર જે સગુણ બ્રહા, નિર્ગુણ બ્રહામાં કારણુતાની સંભાવના કરાવનાર, પોતે અર્ધ-ખંડિત-છતાં
માત્રાનામ માપ પરિચ્છેદ ઉત્પન્ન કરનાર જે માયા; અને એ થકી પર બિન્દુમાત્રથી લક્ષાતું જે પરબ્રહ; એ સર્વે પદાર્થને સૂચક મન્ન), તેને ઉચ્ચાર કરો, અને તે પિપટ માફક વિના અર્થ સમજે નહિ, પણ અર્થની ભાવનાપુરસર–અર્થાત સદા મન્નાચ્ચાર સાથે મારું પણ સ્મરણ રાખીને દેહ ત્યજતી વખતે જે આમ કરતે કરતે જાય છે, તે પરમગતિરૂપ જે હુ તેને પહોંચે છે. આ વાત નીચેના કથી કહે છે – ॐमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहम् स याति परमां गतिम् ॥ ८ अ० १३ श्लोक
(અક્ષરબ્રહ) [ “ને ૭૪ એવા એકાક્ષર બ્રહ્માને જપતે તથા મારું સ્મરણ રાખત, જે દેહ ત્યજી જાય છે તે પરમ ગતિને પામે છે.”]
પરંતુ જે પુરુષ અહર્નિશ આ પ્રમાણે પરમાત્માનું નામ કીર્તન તથા સ્મરણ કર્યા કરે છે તેના સંસારવ્યવહારનું શું? આ પ્રશ્ન વ્યવહારીને જ, સંસારકીટને જ, થવાનો સંભવ છે. જેને એક વખત પરમાત્માની ઝાંખી થઈ છે તેને સાંસારિક બાબતની ફિકર રહેવાને સંભવ જ નથી. ગોપીઓને એમનાં ગૃહકૃત્યોની ફિકર રહેતી? એમનાં ગૃહકૃત્યો એની મેળે થયે જતાં. કારણું એની ફિકર પ્રેમસાગર શ્રીકૃષ્ણને હતી, એના ભક્તના યોગક્ષેમ” નું વહન એ પોતે જ કરે છે, જે ભક્ત અનન્યભાવે ચિન્તન કરતો રહે, એની પર્યપાસના નામ સર્વ પ્રકારે ઉપાસના કરે, અને નિત્ય નિરંતર