________________
બુદ્ધિ અને હૃદય
૩૭ રહેશે; વસ્તુત: છે કે નહિ” એ ઉચ્ચારનાર શક્તિ તે બુદ્ધિ જ છે. અને એટલે અંશે બુદ્ધિનું સાર્થક્ય સ્વીકાર્યા વિના કેમ ચાલશે? “બુદ્ધિવિલાસ” “તર્કજાળ' ઇત્યાદિ આક્ષેપગર્ભ પદો ઘણેક સ્થળે મહાન પુરુષને મુખે પણ આપણે સાંભળીએ છીએ. પણ અમારું તે સ્પષ્ટ માનવુ છે કે એમ બોલનારાઓનું ખરું તાત્પર્ય ન સમજીને જ કે ઘણીવાર બુદ્ધિના પ્રયોગને નિરર્થક માની લે છે, અને અમારા અનુભવમાં તે આ વાત એટલે સુધી ગએલી જોવામાં આવી છે કે ઘણા લોકો બુદ્ધિહીનતાને હદયના વેગનું એક ભાપ કરી બેઠા છે, અને એમને જ્યાં જ્યાં કાંઈ પણ બુદ્ધિને આવિર્ભાવ થતે કે બુદ્ધિને શ્રમ લેવાની વાત થતી જોવામાં આવે છે ત્યાં ત્યાં જાણે હદયની શૂન્યતા જ હોય, “નીરસતા” જ હોય, એમ માનતાં જરા પણ વિચાર પડતું નથી. બુદ્ધિ-શ્રમ કેવો કઠિન છે, પરમ પદાર્થ ઉપર હદયને તીવ્ર આગ લાગ્યા વિના એટલો શ્રમ સહન કરવા તરફ અભિરુચિ થતી જ નથી એ ધ્યાનમાં રાખતાં, ઘણાખરા લોકે એનાથી કંટાળે એમાં આશ્ચર્ય નથી. પણ પૂર્વે અમે એક વખત કહ્યું છે તેમ એ કઠિનતામાં જ એની ભવ્યતા છે અને અમારા આ સિદ્ધાન્તને શ્રીમદ્ભગવદ્ગીતાદિ મહાન ગ્રન્થને ટેકે છે. • નિન્દાગ્ય બુદ્ધિ છે તે જુદી જ છે. જે બુદ્ધિ ઇન્દ્રિયોથી રહી શકાય તે કરતાં અધિક તત્વ સ્વીકારતી જ નથી; જે હદયના દુર્વિકારેનું વિસ્મરણ કરી જઈને સમગ્ર રચના રચે છે એટલું જ નહિ પણ જે પ્રેમ માન દયા ઉપકાર આદિ હદયના ઉન્નત ભાવની કેવલ ઉપેક્ષા કરી પ્રવર્તી છે, જે ઉદાર સ્વાર્પણને મૂર્ખતારૂપે પ્રદર્શિત કરવાની ધૃષ્ટતા ધરે છે, તથા જે મનુષ્યહૃદયના ઉછળતા રુધિરને પવિત્ર અને મહાન બનાવવાને બદલે એને ખાલી કરી પિતાનું સ્વતન્ત્ર રાજ્ય સ્થાપવાને વ્યર્થ યત્ન આદરી, એને કર્તવ્યભંગની અધમતા તરફ દેરે છે; તથા જે બ્રાહ્મી સ્થિતિ (Religiousmess, piety) ને બદલે માત્ર શેખરૂપી “બ્રહ્મજિજ્ઞાસા' (interest in Religion) માં જ કૃતકૃત્યતા મનાવે છે, એ બુદ્ધિ જ નિન્દાને પાત્ર છે. એને વિલાસ તે જ છેટે બુદ્ધિવિલાસ છે. “બુદ્ધિવિલાસ,” “તર્કજાળ” ઇત્યાદિ પદવડે બુદ્ધિ ઉપર આક્ષેપ કરનારા મહાન વિદ્વાનોનુ આ જ તાત્પર્ય હતું, અને હવું ઘટે છે. બુદ્ધિને એક દુષ્ટ પ્રકાર સંભવે છે એટલા ઉપ
“ફુરચતે ત્વચા શુદ્ધચા સ્ત્રમાં સૂમર્સીમિઃ” એમ કઠપનિષદનું પણું વાક્ય છે.