________________
આશ્રમ વ્યવસ્થા
ઉપનિષદાદિ ગ્રન્થોનું અધ્યયન કરવામાં નિત્ય મચ્યા રહેવું; દાન્ત રહેવું, એટલે કે શીતોષ્ણુ દ્વન્દ સહન કરવાં; વૃત્તિઓને વિષયમાંથી કાઢી પરમાત્યામાં સમાહિત–એકાગ્ર કરવી; પિતાના આશ્રમમાં આશ્રમેચિત જે જે પદાર્થો હેય તેમાંથી દાન આપતા રહેવું, પણ દાન લેવું નહિ; અને સર્વભૂતમાત્રમાં અનુકંપા રાખવી–અથત એમના સુખે સુખી અને એમના દુઃખે દુખી, એવો ભાવ રાખ.
વાનપ્રસ્થાશ્રમ માટે પતિની યોગ્યતા થતા સુધીમાં જે પત્નીને પુત્રીદિકમાં આસક્તિ રહી હોય, એને પાછળ સંસારમાં રહી કમેક્રમે મુક્તિમાર્ગ પ્રાપ્ત કરવાની સલાહ છે. પણ જેને એ આસક્તિ છૂટી ગઈ છે એ તો પતિની સાથે જ આશ્રમાન્તર કરે છે. જે પનીએ ગૃહસ્થાશ્રમમાં પૂર્વોક્ત પ્રકારે પતિની સાથે જ પગલાં ભર્યા છે અને તે સ્વાભાવિક રીતે પતિની સાથે જ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા થવાની.
છેક પ્રાચીનકાળમાં વાનપ્રસ્થ અને સંન્યાસ એમ બે જુદા જુદા આશ્રમ નહિ હોય એમ માનવાને કારણ છે; અને પાછળના ઋતિકારે પૈકી કેટલાકે કલિમાં વાનપ્રસ્થાશ્રમનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. પ્રાચીન યુગમાં બે આશ્રમને એક આશ્રમમાં જ સમાવેશ થતો હત; અને પાછળના કાળમાં દેશની રાજકીય આર્થિક અને ધાર્મિક અભ્યાધુનીને લીધે કેવળ વનમાં રહી શાન્તિથી જીવનનિર્વાહ કર કઠિન થઈ પડયો હશે, તથા પત્ની સહવર્તમાન વન સેવવું અશક્ય જણાયું હશે, અને તેથી કલિમાં વાનપ્રસ્થાશ્રમને નિષેધ કરેલો એમ લાગે છે. પણ દેશની આ દુર્દશા થતાં પહેલાં, જ્યારે પતિ પત્ની આ વાનપ્રસ્થાશ્રમને એક સ્વતન્ન આશ્રમ તરીકે યા સંન્યાસાશ્રમના પૂર્વ અંગ તરીકે સેવતાં હશે, ત્યારે એ ચિત્ર અતીવ મનહર અને બેધક હોવું જોઈએ.
વાનપ્રસ્થાશ્રમી પતિ પત્ની સંસારનગર છેડી ચાલ્યાં છે, પરમાત્માભિસુખ પ્રયાણું કરી રહ્યાં છે, એ ભવ્ય અને સુન્દર નારાયણાશ્રમ એમની દષ્ટિમાં ઝળકવા લાગે છે, પણ હજી એ આશ્રમમાં એ દાખલ થયાં નથી. જીવનયાત્રાનું પરમ પ્રાપ્તવ્ય આ નારાયણશ્રમ–સંન્યાસાશ્રમ. આ આશ્રમમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી, સહધર્મચાર અને સહબ્રહમચારમાં રહેલા સહભાવન–4ન્દ્રભાવને–પણ અવકાશ નથી; એક અખંડ અનન્ત નારાયણ જ ઘટ ઘટમાં વિલસતા ઉચ્ચરી રહ્યો છે.
આ નારાણાશ્રમમાં પૂર્વે સ્ત્રીઓ અને પુરુષ ઉભયને, સર્વ પ્રકારના