________________
૪૮
પુરુષાર્થ
'
પુરુષાર્થ
મનુષ્યજન્મના ઉદ્દેશ તપાસવા અને એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જીવનના શાસ્ત્રીય નિયમે ચેાજવા—એ કાર્યમાં આપણા પ્રાચીન મહષિઓએ જેવાં અદ્ભુત બુદ્ધિ અને કૌશલ્ય દર્શાવ્યાં છે તેવાં ભાગ્યે જ કાઈ પણ પ્રજાના ઇતિહાસમાં નજરે પડશે. તેની વર્ણવ્યવસ્થા માટે અર્વાચીન દુની આદર ધરાવતી નથી, પણ તેની આશ્રમવ્યવસ્થા અને પુરુષાર્થવ્યવસ્થા વિષે તે! હજી પણ માન અને સંમતિ સિવાય ખીજી દષ્ટિએ જોવાય તેમ નથી. તેઓની વર્ણવ્યવસ્થામાં ધણા સારા અંશા હતા, અને તે આજના જનસમાજમાં પણ, એક નહિ તે ખીજે રૂપે પણુ, સ્વીકારવા પડે છે. પણુ વસ્તુતઃ એ વર્ણવ્યવસ્થામાં કેવળ તેઓની આ દૃષ્ટિને જ પ્રભાવ ન હતા, એટલે એના શૈથિલ્યથી તેઓની આર્ષ બુદ્ધિને કાંઈ પણ દૂષણ લાગતું નથી. વર્ણવ્યવસ્થા એ મનુષ્યશક્તિની નૈસગિક વિવિધતાને સલ રીતે વ્યવસ્થિત કરવાના યત્ન માત્ર હતા, અને તે સમયની જરૂરિયાતમાંથી પણ એનું સ્વરૂપ કેટલેક અંશે ધડાએલું હતું; આમ હાવાથી અને પ્રકૃતિ અને કાલના સંયાગથી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થએલું ફૂલ માનીએ તા ખેરું નથી, અને આ જ કારણથી અન્ય દેશના પ્રાચીન વિદ્વાને (ઉદા॰ પ્લેટા અને ઍરિસ્ટોટલ )ને પણ આવી કલ્પના સૂઝી હતી. પરંતુ જ્યારે પુરુષાર્થવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થા ઉપર આવીએ છીએ ત્યારે તા આપણા પ્રાચીન ઋષિઓની શુદ્ધિના જ પ્રભાવ આપણે નિરખીએ છીએ. મનુષ્યજન્મના ઉદ્દેશ શા? એ વિષે અન્ય દેશના વિદ્વાનેએ વિચાર કર્યો નથી એમ નથી; કર્યાં ન હોય તા આ અનન્યસાધારણતા એ જ એની નિરર્થકતાના પૂરતા પૂરાવા થઇ રહે. પણ વસ્તુતઃ, આપણા ઋષિઓએ પુરુષાર્થના નિર્ણય સંબંધી જે ચિન્તન કર્યું છે એમાં રહેલી વ્યાપકતા અને વિશેષે કરીને આ વિષયમાં કરેલા નિર્ણયાને વ્યવહારમાં મૂકવા તેઓએ રચેલી આશ્રમવ્યવસ્થા, એ તો અન્ય કાઈ પણ પ્રજાના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે.
ઋષિઓએ નક્કી કરેલા પુરુષાર્થ ચાર છે; ધર્મ, અર્થ, કામ અને માક્ષ—જેમાં ધર્મ અને મેક્ષને એકઠા લેતાં એ ‘ ત્રિવર્ગ ' પણ કહેવાય છે. આ પુરુષાર્થીને ઉત્તમ મનુષ્યજીવનમાં એક ખીજાથી છૂટા પાડવાના