________________
અષ્ટાદશશ્લોકી ગીતા
અષ્ટાદશશ્લોકી ગીતા રા. રા. મથુરભાઈ દુર્લભદાસ નામે એક ગૃહસ્થ અમને લખી જજણાવે છે કે –
“શ્રીમદ્ભગવતીતાગત પરમરમણીય જ્ઞાન એ જ્ઞાનની પરાકાષ્ટારૂપ છે એમ અનેક તરફથી સિદ્ધ કરવામાં આવ્યું છે. આર્યધર્મગ્રન્થામાં ગીતા જેટલી મહત્તા બીજા કેઈ ગ્રન્થ પ્રાપ્ત કરી નથી, અનેક ભાષામાં તેનાં ભાષાન્તર થયાં છે. એક એક ભાષામાં પણ તેના અનેક ભાષાન્તર થયાં છે. આપની ગુજરાતી ભાષામાં તેનાં જે જે ભાષાન્તરે થયેલાં છે તેમાં મહૂમ બ્રહ્મનિષ્ઠ અને સુદર્શનના આઘદ્રષ્ટા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જેમને હું અને મારા જેવા અનેક યુવકે ગુરુરૂપ માને છે તેમને હાથે થએલું ભાષાતર સર્વોત્તમ અને મતાન્તરેના દુરાગ્રહથી મુક્ત ગણાય છે. ભવિષ્યધર્મપ્રવૃત્તિ સુઘટિત થવા સારુ એ મહાત્માએ નિરન્તર અને પ્રાણપણથી મહાપ્રયાસ કર્યો છે. પ્રાણુન્ત પર્યન્ત તેમનું જીવનવૃત્ત જ ધર્મપ્રવૃત્તિમાં યોગ્ય વિવર્ત કરવાનું હતું. ભગવાન શંકરાચાર્યના સિદ્ધાન્ત વર્તમાન પ્રજાને તેમણે જ સમજાવ્યા એમ કહેવાને મને તે લેશ પણ વધે લાગતો નથી. એ ધર્મધુરંધર બ્રહ્મનિષ્ઠ સાક્ષરે ધાર્યું હોત તો તેઓ એક નવો પંથ સ્થાપી શકત, અને આચાર્યમાં ગણત. પણ પંથ અને સંપ્રદાયથી વાસ્તવિક લાભ નથી અને એથી કંઈ ધર્મજીવન ઉચ્ચ થઈ શકતું નથી એ તેમને દઢ નિશ્ચય હતો. જૂના સંપ્રદાયાદિ ઉદ્દભવવામાં તે તે સંપ્રદાયોના ઉભવકાલે કાંઈ કારણો હતાં. તે તે કારણેની અનિવાર્ય સત્તાથી ઉદ્દભવી આવ્યા, પણ હાલમાં તેવું કંઈ થવાની જરૂર નથી; દેશકાલમાં આજ ઘણે અન્તર થઈ ગયે છે; માટે અભેદ અને ઐક્ય પ્રવર્તાવી જ્ઞાનવૃદ્ધિ કરવામાં જ પરમ શ્રેય છે એ તેમના અંતઃકરણને અભિલાષ હત-જેના પરિણામે ગત કાલમાં થએલા તેમના પ્રયત્નને વર્તમાન પરિપાક સર્વ સુજ્ઞોને સુવિદિત છે.
મને કેટલાક જીર્ણ કાગળામાંથી અષ્ટાદશશ્લોકી ગીતા જડી આવી. એ પ્રસિદ્ધ છે કે નહિ તે કાંઈ હું જાણુને નથી. એમાં કાંઈ નવીન નથી. ગીતાના પ્રત્યેક અધ્યાયને એકેક લોક લઈ અરાઢ અધ્યાયના અરાઢ લોકની આ ગીતા બનેલી છે. આવી જતા તેણે કરેલી છે તે જણતું નથી. અને તે જાણવાનો આગ્રહ રાખવા સરખું કંઈ કારણું પણ નથી. અરાટ્ય શ્લોકની સમાપ્તિ થતાં એક વધારાને ક એવી મતલબ છે કે જે આ ગીતાને