________________
કળા એ સાથે
નઈએ કરચારમાં પ્રત્યક્ષ
અધિકાર અને અભેદ, (૧) નિત્યનિત્ય વસ્તુવિવેક (Intellectual) (૨) વૈરાગ્ય
(Emotional ) (૩) શમદમાદિ સાધનસંપત્તિ (Moral) (૪) મુમુક્ષુત્વ
(Religious ) એક તો નિત્ય અને અનિત્ય વચ્ચે “વિવેક” કરતાં શીખવું જોઈએ. એ સાથે એ વિવેકને ઘટતે એવો “વૈરાગ્ય” જોડા જોઈએ; કારણ, જે અમુક વાત બુદ્ધિએ ગ્રહી, અને તદનુસાર હદય અનુવ નહિ, તેઓ બુદ્ધિગ્રહ વૃથા છે. વળી એ સાથે “શમદભાદિ”થી, પૂર્વોક્ત વિવેક અને વિરાગ્યને અનુસરતું આચરણ પણ થવું જોઈએ; કારણ જે બુદ્ધિએ નકકી કર્યું અને જેને અનુસરતું હૃદય પણ થયું, પણ જે આચારમાં પ્રત્યક્ષ થયું નહિ એ શા કામનું? જે આન્તર સ્થિતિ બહાર ઉભરાઈ નહિ એ તે ક્ષણિક મનોરાજ્યની કલ્પના સમાન! વળી આ સર્વ સાથે “મુમુક્ષુવ”ની પણ આવશ્યકતા છે; કારણ, જ્યાં સુધી એ સર્વ આ સંસારને ત્યજી પરમાત્મામાં વિરામ પામવા–“ મુક્ત ” થવા–માટે નથી ત્યાં સુધી એ સર્વ નિરર્થક છે, અવળે ભાગે છે. જેમકે, યુનિવર્સિટિની Metaphysics ની પરીક્ષામાં નિત્યાનિત્ય વસ્તુને વિવેક કરનારાઓ ઘણું હોય છે; તેમ જ સંસારનાં દુઃખ ન સહન થતાં એ તરફ કંટાળા-વૈરાગ્ય-ખાનારા પણ બાયેલા પુરુષો ઘણું હોય છે; તેમ જ “અમે ઈન્દ્રિયોને વશ રાખીએ છીએ” એવા અભિમાનથી, વા, એમ વશ રાખવામાં એક પ્રકારને જે સ્વતઃ આનન્દ આવે છે એ આનન્દ અથે, વા શાસે એમ કહેલું છે એમ સમજી વા એમ કરવામાં જ આત્માનું કલ્યાણ રહેલું છે એમ ધારી, ઘણા સમદમાદિક કરે છે–પણ જ્યાં સુધી વિવેકાદિક સર્વનું નિદાન અને સર્વની સાથે ભળી સર્વને વિલક્ષણ બનાવતું “મુમુક્ષુત્વ” નથી ત્યાં સુધી બધું નકામું છે.
વસન્ત, વિ. સં. ૧૯૫૮ યેષ્ટ.