________________
અધિકાર અને અભેદ.
( ૩ ) આ સાથે ત્રીજી વાત એ સમજવામાં આવી કે (૩) શિવત્મક વ્યક્તિ વ્યક્તિની સમાનતાને સિદ્ધાન્ત ભૂલ ભરેલો છે. એક અખંડ વ્યક્તિ વ્યક્તિની, પ્રકૃતિની ભૂમિકા ઉપર, અસમાનતા ચૈતન્ય ૩૫. સ્પષ્ટ છે; અને ચિતન્ય રૂપે તે સર્વ એક જ છે, ત્યાં
સમાનતા કેની સાથે ? વ્યક્તિઓ મૂળમાં જ અનેક હોય અર્થાત એમને ભેદ મૂલસ્પર્શી (radical) અન્ય (ultimate) અને તાવિક (essential) હોય તે એ સર્વને એક ભૂમિકા ઉપર સંબધ જ ન થઈ શકે. એક ભૂમિકા ઉપર સંબન્ધ થવો એનો અર્થ જ એ છે કે એ સર્વમાં પરોવાએલું એક અભેદમય તત્વ છે.
(૨). આ અભેદમય તત્વ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની રીતે થોડું ઘણું અનુભવે જાય છે, પણ એ અનુભવ માટે સર્વસામાન્ય એવો કેટલોક અધિકાર આપણું વેદાન્ત શાસ્ત્રકારેએ દર્શાવ્યો છે, જેની પ્રાપ્તિ, અભેદાનુભવ પૂર્ણ રીતે પામવા માટે અતિ આવશ્યક છે.
આ “અધિકાર”ને કોઈપણ પ્રકારના કર્મકાંડ ઉપર વા પિથાં ઉથામવા ઉપર વા દેશકાલ ઉપર આધાર નથી. એમાં જોઈએ છે એટલું જ કે બ્રહ્મની સર્વાત્મકતા સમજવાની સમગ્ર આત્માની યોગ્યતા થએલી હોવી જોઈએ “સમગ્ર આત્માની” એમ કહેવામાં તાત્પર્ય એ છે કે જેમ સમષ્ટિચૈતન્ય વ્યષ્ટિચેતન્યને સમૂહ નથી, પણ એક અખંડરૂપ. છે, જેનાં વ્યષ્ટિચૈતન્યો માત્ર અંગે–પ્રતિબિબો છે, તેમજ એ આત્મા પણ બુદ્ધયાદિક અનેક શક્તિઓન-લાકડીઓના ભારા જે-સમુદાય નથી, પણ એક અખંડરૂપ છે, અને તે તે શક્તિએ એનાં સ્વરૂપ માત્ર છે. આમ હાવાથી બ્રહ્મની સર્વાત્મકતા માત્ર બુદ્ધિથી વા હૃદયથી વા એકાદ ઇન્દ્રિય માત્રથી ગ્રહવાની નથી, ગ્રહી શકાતી જ નથી, પણ સમગ્ર–અખંડ-આત્મા જ એને યાચિત ગ્રહી શકે છે. માટે બ્રહ્મ કઈ પણ પ્રકારના માત્ર બુદિવિલાસોથી, કે હૃદયના અન્ય ઉછાળાઓથી જ, કે આંખ મીંચીને કર્તવ્ય કર્યો કરવાથી જ, કે ધાર્મિક-વૃત્તિથી એક દેવતાને સેવવાથી જ, પ્રાપ્ત થતું નથી. એની પ્રાપ્તિ માટે તે અખંડ આત્માએ અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ; એમાં કઈકે વિલક્ષણ જ ચમત્કારવાળું જીવન આવવું જોઈએ, જેનું પૃથકરણ કરી સાધકના સૌફર્યાર્થી નીચે પ્રમાણે ચારત આચાર્યોએ બતાવ્યાં છે
થી વિલણી ની