________________
અધિકાર અને અભેદ
વિદુર રહી અબ્રહ્મભાવને પામેલું, બ્રહ્મભાવને પ્રતિકૂલ થએલું તે તેટલું નિકૃષ્ટ. આ રીતે, વેદાન્તમાં સારા-ખટાનું, ઉત્કૃષ્ટ-નિકૃષ્ટનું ધોરણ રચાએલું છે—જેના મૂલમાં, બ્રહ્મ એક છતાં પ્રકૃતિની અનેકતા પ્રત્યક્ષ થાય છે, "अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् "
भ० गी० એ તત્ત્વજ્ઞાનને સિદ્ધાન્ત રહે છે.
. (૨) સાયન્સ–વાદથી તદ્દન ઉલટ ક્રિશ્ચયન ધર્મગ્રન્થકારેન સિદ્ધાન્ત છે. તેઓ મનુષ્યને પ્રકૃતિની જુદે પાડી, પ્રકૃતિના ભેદથી અત્યન્ત વિમુક્ત ભાની, “સર્વ મનુષ્ય સમાન છે” એમ બતાવે છે. આ સિદ્ધાન્તમાં જે ઉદારતા નજરે પડે છે એને લીધે એ ચિત્તાકર્ષક થાય એ સ્વાભાવિક છે. . પણ વિચારદષ્ટિએ જોતાં એ હામે પ્રશ્ન થાય છે કે ત્યારે સર્વ મનુષ્ય સમાન કેમ નથી દેખાતાં? આના ઉત્તરમાં તેઓ તરફથી જવાબ મળશે કે જેમ તમારા બ્રહ્મવાદમાં બ્રહ્મ સર્વત્ર સમાન રીતે હોવા છતાં સર્વની સમાનતા નજરે પડતી નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં સર્વ મનુષ્ય સમાન છે છતાં એ સમાન નથી દેખાતાં. પણ આ ઉત્તરની સમીક્ષા કરતાં જણાશે કે એમાં આપણે માયાવાદ અને આપણે અદ્વૈતવાદ બંને ગભત રહેલા છે. મનુષ્ય માત્ર વસ્તુતઃ સમાન છે, છતાં પ્રકૃતિની ભૂમિકા ઉપર સમાન દેખાતા નથી એટલે શું? માયાવાદ. વસ્તુસ્થિતિ છે એક પ્રકારની, અને દેખાય છે બીજા પ્રકારની એનું નામ જ “માયા.” બીજું–મનુષ્ય માત્ર સમાન છે એ સિદ્ધાન્તને વધારે સયુક્તિક (logical) કરી જોતાં જણાશે કે એમાંથી ખરું જોતાં અદ્વૈતવાદ જ નીકળી આવે છે. તે આ રીતે – પ્રકૃતિની ભૂમિકા ઉપર સમાનતા નથી એ તે ઉઘાડું જ છે, તેમ એની પાર પણું સમાનતા સંભવતી નથી, કારણ કે સમાનતામાં અનેકતા રહેલી છે અને અનેકતા પ્રકૃતિને લઈને જ સંભવે છે, મનુષ્ય માત્ર તે તે વ્યક્તિરૂપે સમાન નથી, કિન્તુ એકએકથી ભિન્ન એકએકથી ચઢતાં ઉતરતાં છે માત્ર સર્વમાં અનુસ્વત જે ચેતન્ય તે રૂપે સર્વ એક છે. અર્થાત, વ્યક્તિની સમાનતાને સિદ્ધાત તો આપણા સાદા અવલોકન (observation)થી તેમ જ “સાયન્સ'ની શેધોથી અસિદ્ધ છે; સમાનતાને કઈ પણ સ્થળે આવકાશ દેખાતા હોય તો તે વ્યક્તિઓમાં નથી પણ વ્યક્તિઓની પેલી પાર છે. પણ વ્યક્તિઓની પેલી પાર ગયા ત્યાં એક બે ત્રણ એમ ગણવાની