________________
વ્યવહાર અને પરમાર્થ બતાવીશઃ એક મચી બુટ શીવવા બેસે છે; શીવતાં શીવતાં એને થયું કે બિચારા બચ્ચાને આ ચામડું તે ખૂંચશેઃ તુરત કાપેલું ચામડું એણે ફેકી દીધુ, અને બીજું કૂંણું ચામડું લઈ ફરીથી શીવવા બેઠે–એ માણસે પ્રભુને ઓળખ્યો. પ્રભુની ઓળખ જેવી નિત્ય વ્યવહારમાં થાય છે તેવી સમાધિમાં પણ થતી નથી. અર્થ અને કામથી દૂર રહે ધર્મ આવડતું નથી. ધર્મની શિક્ષાશાળા તે આ વ્યવહારનું જગત છે. પાણુમાં પડયા વિના માત્ર હાથ હલાવવાની વાત જાણવાથી તરતાં આવડતું નથી; વહાણે ચઢયા વિના વહાણ હંકારતાં આવડતું નથી; યુદ્ધનું શાસ્ત્ર પણ ગમે તેટલું શીખે પણ રણભૂમિ ઉપર હિમત શાન્તિ સમયસૂચકતા વગેરે ગુણે તમે કેટલા રાખી શકે છે તે ઉપર જ તમારા જયપરાજયને આધાર છે. આ જ પ્રમાણે ધર્મનું પણ છે. ધર્મની ચાર વાત અરણ્યની ગુફામાં બેશીને કરવાથી ધર્મ આવડતો નથી. અરણ્યની ગુફા એ પ્રાચીન રૂઢિને દાખલો લીધે, પણ વર્તમાન સમયની ગુફાઓ થડી નથીઃ યુનિવસટી, પુસ્તકશાળા, પ્રાર્થનામંદિર વગેરે આ જાતની ગુફાઓ જ છે. એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યાં સુધી વ્યવહારની કસોટીએ ચઢતુ નથી ત્યાં સુધી એ સિદ્ધ અને સંસ્કારી બનતું નથી. અમારા વખતના એક શિક્ષક માટે એવી વાત ચાલતી કે એમને ઘોડા ઉપર બેસતાં આવડતું નહોતું, પણ એ ગુરુવમધ્યબિન્દુને સિદ્ધાન્ત જાણતા હતા અને તેથી ગુરુત્વમધ્યબિન્દુની રેખા ઘડામાં રાખવી એ કરતાં મનુષ્ય ઘડે બેસવામાં કાંઈ વિશેષ કરવાનું નથી એમ તેઓ સમજતા હતા. આવી સમજથી તેઓ ઘોડે બેઠા, પણ ઘડાએ એમની સમજને માન ન આપ્યું ! આપણે વ્યવહાર એ પણ આવો જ ઘોડે છેઃ એણે સમતાને સિદ્ધાન્ત જાણનાર અસંખ્ય ઘોડેસ્વારેને પાડયા છે, અને આપણને પ્રતિદિન કેટલી બધી વાર પાડે છે એને સાક્ષી આપણે આભા જ છે. પણ ઘેડે બેસી જાણે તે ઘડેસ્વારને સમતાને સિદ્ધાન્ત જાણવાનું શું પ્રયોજન છે? –એમ તમે પૂછશે. અને ઉત્તર કે દુનિઆમાં હમેશાં ઘોડે જ બેસવાનું હોતું નથી. કોઈક વાર ઊંટે પણ બેસવાનું આવે. તે વખત એ ઊંચું અને કઢંગું પ્રાણું જોઈ તમારું કાળજું ન ધડકે તે માટે એટલું જાણવાની જરૂર છે કે જ્યાં બેસીશું ત્યાં જે સમતાથી બેસીશુ તો પડવાને ભય નથી.
ભાટે જ પેલી બાઈએ કહ્યું છે કે “જેણે ભગવાનને ઓળખ્યો છે તેનામાં જૂઠ ચોરી આળસ એ કદી પણ નહિ આવે.” જેણે ભગવાનને નથી ઓળખે તેમની શાહકારી તો જ્યાં સુધી જેઈલ છે ત્યાં સુધી જ