________________
૧૮
વ્યવહાર અને પરમાર્થ
લાઈ સભામાંથી હશીને હાંકી કાઢે છે! કેટલાક એ બિચારાને સભાને છેડે એક ખૂણે બેસાડી મૂકે છે. અને એ ડાહ્યાઓની સભામાં એને જરાએ બોલવાને હક તો શેને જ હોય? કેટલાક મનુષ્યહૃદયના ભાવમાં એની ઉત્કૃષ્ટતા સ્વીકારે છે; પણ એ તે જાણે વારતહેવારે ઘડી બે ઘડી પહેરવાનાં કપડાં હોય એમ સમજીને! વળી કેટલાક એને આ કરતાં વધારે આવશ્યક માને છે. પણ તેઓ એના ઉપર દર અઠવાડીએ મળ ધોવાની “કંથાટિક પિલ,” કરતાં કે તાવ રવાના “કિવનીન” કરતાં વધારે પ્રેમની દૃષ્ટિએ જેતા નથી.
ખરી વાત એ છે કે ધર્મને અન્યપુરુષાર્થ સાથે કેવી જાતને સંબન્ધ છે એ ન સમજવાથી જ ધર્મની આ સર્વ વિડમ્બના થાય છે. સિપાઈના પહેરા બદલાય છે તેમ ધર્મ અર્થ અને કામના પહેરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મને સમય જોઈએ. અર્થ અને કામને સમય તે જ ધર્મને માત્ર ધર્મના અન્તઃપ્રવેશથી અર્થ અને કામ પ્રોજન અને પવિત્ર બને છે એટલું જ અન્તઃ પ્રવેશ, બાહ્ય સહચાર નહિ. અન્ય પુરુષાર્થ સાથે ધર્મને બાહ્ય સહચાર એ નિરર્થક દંભ છે. આનું એક દષ્ટાન્ત સાંભવેલું અમને યાદ આવે છે. એક સારા દેશી રાજ્યના એડમિનિસ્ટ્રેટર પિતાના રાજ્યકાર્યમાં એવા ગૂંથાએલા રહેતા કે રાત્રે સૂતી વખતે પાસે મીણબત્તી અને દીવાસળીની પેટી રખાવે અને રાતમાં જ્યારે એકાએક વિચાર સઝી આવે (તે રાજ્યપ્રકરણી જ) ત્યારે ઝટ દીવો કરી એ વિચાર લખી કાઢે. એમને સધ્યા–પૂજાને તે વખત ક્યાંથી જ મળે? તેથી તેઓ ન્હાવાને કુંડીમાં પાણું કઢાવે ત્યારથી સંધ્યા ભણવા માંડે, તે નહાઈને પાટલા ઉપર જમવા બેસે ત્યાં સુધીમાં પૂરી થાય–જેથી પિતાના જીવનની એક ક્ષણ પણ સરકારી નોકરીમાંથી ઓછી ન કરવી પડે અને પ્રભુભક્તિ થઈ ગણાય! આ ધર્મને વ્યવહારમાં કરવો જોઈતે જે અન્તઃપ્રવેશ તે નથી. એ તે માત્ર બાહ્ય સહચાર છે. બલકે તે પણ છે કે કેમ એ શંકા પડતું છે. ઔરંગજેબ ચાલતે યુદ્ધ પણ હાથી ઉપરથી ઊતરી વખતસર પ્રભુની બંદગી કરવી ચૂકતો નહિ. એ ખરા હૃદયથી તે કરવા માટે એને આપણે દંભ તો નહિ કહીએ, તથાપિ એ ધર્મનું ખરું સ્વરૂ૫–જે અર્થ અને કામને અર્થાત વ્યવહારને પવિત્ર બનાવવાનું તે–એ સમજ્યો નહોતો અને તેથી એના વ્યવહારધર્મથી વિખૂટ પડી અપવિત્ર બલ્ક પાપી બન્યો હતો. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અન્તઃ પ્રવેશ થએલો કેમ જાણવો? એક દષ્ટાન્તથી