________________
૬૦
વ્યવહાર અને પરમાર્થે
એના ઉદ્યોગ પણ જ્યાં સુધી પારકે પૈસે રબર ટાયરની ગાડીએ દોડાવવાની નથી મળી ત્યાં સુધી જ. માટે ચેારી આળસ વગેરે અટકાવવાના ખરા ઉપાય જે સર્વ દેશમાં સ` કાળમાં મનુષ્યની સર્વ અવસ્થાઓમાં કામ લાગે છે તે એ જ છે કે પ્રભુની ઓળખ કરવી. અને પ્રભુની જેને ખરી ઓળખ થઈ હશે તે સારી રીતે જાણશે જ કે પ્રભુ મારી અને આ દુનીઆની બહુ ર્ નથી, આખા વિશ્વના એ જ અન્તર્યાંમી છે, અને તેથી એનું સ્મરણુ અર્થાત્ ધર્મ એ પણ દુનીઆના સધળા વ્યવહારને-અર્ચના અને કામને અન્તર્યામી થવા ધટે છે; એટલે કે અર્થ અને કામના એ દાસ નથી, પણ અર્થ અને કામ ઉપર અમલ ભેાગવી અથ અને કામને પેાતાના કામાં પ્રેરે છે. ધર્મનું આ જીવન્ત અન્તર્યામિત્વ જેના જાણવામાં નથી તેએ ધર્મને પોતાની દુનીઆદારીના વૈભવનુ સાધન બનાવવા ઇચ્છે છે ! જે ધર્મ પૈસા આપે, સર્વ પ્રકારનું સુખ આપે એ જ ધર્મ ખરા ! એક જણે જરા ચ્હીડાઇને કહ્યુ છે તેમ “Men do not worship God; they se Him, " જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિષે કહેવાય છે ૐ (આશા છે કે એ વાત કલ્પિત હશે ) તે નિત્ય દેવનું પૂજન કરતા, અને પૂજન કરતી વખતે ખેાલતા નહિ, માત્ર સૈનાથી જ વાત કરતા હતા તેવામાં કારકૂને આવીને પૂછ્યું કે અમુક ગુન્હેગારને શી શિક્ષા કરવી ? પેલા અમલદારે લાલજીને પેાતાના જનેાઈથી વીટીને ટાંગ્યા, અને આચમની વતી ટકા મારી બતાવ્યા! અરે દુષ્ટ ! તને ખબર નથી કે જે પ્રેમાળ માતાનાં દામણાંથી પણ પૂરેપૂરા બંધાયેા નથી તે તારા સૂતરના તાંતણાથી બંધાવાના હતા ? માત્ર તું તારી ભાવનાને જ ખાંધે છે ! અને એને પણ તું પવિત્ર પદવીથી ભ્રષ્ટ કરી તારા દુનીઆદારીના વ્યવહારનું સાધન બનાવે છે! તારા કરતાં તે જેઓએ પ્રભુને જગતની બહાર બેસાડી મૂકયા છે અને જગતમાં એને અવતરતા અને મૂર્તિમન્ત થતા જોતા નથી તે જ સારા. ધર્મને અર્થ અને કામના દાસ બનાવવા તે કરતાં તેા ધર્મનું નામ છેાડી દઈ અર્થ અને કામની સેવા કર્યાં કરવી એ જ સારૂં.
*
આપણા કેળવાએલા સ્વદેશબન્ધુએની, ખુલ્ફે આજ કાલ પૃથ્વી ઉપર ઘણે ભાગે,આ ખીચ્છ સ્થિતિજ જોવામાં આવે છે.પણ પૃથ્વીના ખીજા ભાગમાં એટલું સારૂં છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક મધ્યમ તેમ જ ઉચ્ચ સામાન્ય શિક્ષણને ભાગ હાઈ એની સર્વથા ઉપેક્ષા થઈ શકતી નથી. પણ આપણે ત્યાં તા કેળવાએલેા વર્ગ ધર્મજ્ઞાનથી તદ્ન વિરહિત રહે છે અને