________________
વ્યવહાર અને પરમાર્થ
પહ
ભગવાનનું સમરણ કરશે તો તમે ચોરી નહિ કરે, જુઠું નહિ બેલો અને આળસુ પડી નહિ રહે.”
ઉપરને ઉત્તર સાંભળી સર નારાયણનું હૃદય સ્વદેશાભિમાનથી હર| ખાયું. કેનું ન હરખાય? છેલ્લા સેન્સસમાં કદાચ આ સઘળાં સાદાં ખેડૂત
જ “અભણ” વર્ગમાં સેંધાયાં હશે ! પણ ભણેલાઓને પૂછે કે વ્યવહાર અને પરમાર્થને સંબધ આ કરતાં વધારે યથાર્થ અને સચેત રીતે તમે દર્શાવી શકશો? કહે છે કે પ્રભુનાં દફતરમાં તે “આપણું આગળના તે પાછળ, અને પાછળના તે આગળ” એમ હોય છે. તે બરાબર છેઃ
વિજ્ઞd વિકાનતાં વિજ્ઞાતિમવિજ્ઞાનતા”(ઉપનિષદ). શબરી ક્યાં નૈવેદ્યને વિાધ ભણવા ગઈ હતી? એ બિચારીએ પ્રભુને બાર ધરાવ્યાં ત્યારે પાસે બેઠેલા કેઈ કે પૂછયું કે ખાટાં તે નથી? ત્યારે એણે ઉત્તર આપો કે “એકે એક કરડી ચાખીને લાવી છું.”! પ્રભુએ એ બાર સ્વીકાર્યો. માટે અમે તે સ્પષ્ટ કબુલ કરીશું કે પ્રભુનાં રહસ્યો જેવાં આ સાદાં–ભેળાં–અજ્ઞાન ભાસતા મનુષ્યોને સમજાયાં હોય છે, તેવાં આપણું મૂર્ણ વિદ્વત્તાને સ્વમામાં પણ ભાસ્યાં હતાં નથી. તેથી આજ તે આ બાઈને ઉત્તરને જ સૂત્રસ્થાને રાખી એના વિવરણરૂપે બે શબ્દો કહીશું.
વ્યવહાર સાથે પરમાર્થ શી રીતે જોડવો, ચેતરફ ચાલતા દુનીઆદારીના પ્રચંડ વિગ્રહની વચમાં ઉભા રહી પ્રભુભક્તિ શી રીતે કરવી –એ પ્રશ્ન હમેશાં વિકટ ગણાય છે. પણ વર્તમાન સમયમાં તે એ ઘણાને તદ્દન અસમાધેય જ લાગે છે, કેટલાક મનુષ્યમાં ધનની તૃષ્ણને વાયુ પુષ્કળ બહેકી રહ્યા હોય છે તેમને માટે તે કદાચ એમ કહી શકાય કે તેઓ પ્રભુનું સ્મરણ કરતા નથી એ એમની ભૂલ છે. પણ જે મનુષ્યોને સામાન્ય ગુજરાન માટે ઘર અને બજારમાં વૈતરાં કરવાં પડે છે તેમની પાસે પ્રભુભક્તિની શી આશા રાખી શકાય? બેશક, જે પ્રભુ જ નિત્ય અને સાચું ઠરે અને આ દુનીઆ ક્ષણભંગુર અને મિથ્યા કરે તે પ્રભુભક્તિ હામે કઈપણ સ્વાર્થને ટકવાને હક નથી. પણ આ દુનીઓ જેવી સત્ય અને અનિવાર્ય લાગે છે તેવો પ્રભુ જ્યાં સુધી નથી લાગતો ત્યાં સુધી તે આ દુનીઆના વ્યવહારને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આમ પૂર્વપક્ષ થાય છે. આથી વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યે સામાન્ય જનમાં અનેક તરેહના ભાવો જેવામાં આવે છે. કેટલાક તો ધર્મને-ડાહ્યાની સભામાં ગાંડ આવ્યો હોય એમ પોતાના ડાહ્યાડમરા દુનીઆદારીના વિચારોની મોગ