________________
પુરુષાર્થ
કરી લઈ એના ભાવ ચઢાવી દઈ નફે ખાવાની જે રીતે ચાલે છે, એ કેવળ અધર્મ છે; અને જનસમાજને આત્મા એ પાપને પિતામાંથી દૂર કરવા ડહાપણુથી પ્રબળ યત્ન નહિ કરે તે જગતનું સુખ દિન પર દિન વધવાને બદલે પાયમાલી ઉપર આવી જશે. આ સમાજના દેહમાંથી વિષ ફેંકી દેવા યુરોપમાં જે અરાજકતાનાં મંડળો (Ananchists) ઉત્પન્ન થયાં છે, અને સમષ્ટિવાદીઓ (socialists) પણ જનસમાજને ખળભળાવી મૂકે છે–એ વિષનું ઔષધ વિષ એ ન્યાયનું અનિષ્ટ ઔષધ છે. આપણા દેશમાં યુરેપ–અમેરિકા જેવું સમર્થ ધન નથી, એટલે ધનવડે અન્યને હેરાન કરવાના ઉપર કહ્યા તેવા દુષ્ટ યત્ન થતા નથી. પણ આપણું દરિદ્રતાના કારણથી આજકાલ આપણામાં દ્રવ્ય સંપાદન કરવાની જે તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ છે તે ધર્મથી અલગ ન પડી જાય એટલી આપણે સંભાળ રાખવાની જરૂર છે. અત્યારે આપણા દેશમાં ધનિક ધનિકતાને ધર્મ સમજે છે ખરા; એને પૂરાવો એ છે કે આજકાલ આપણે સ્થળે સ્થળે પાઠશાળા દવાખાના વગેરે દેશકલ્યાણને માર્ગે દાન થતાં જઈએ છીએ. (અને એ સર્વે “ટાઈટલ” મેળવવા માટે જ થાય છે એવો અન્યાયી અને નાદાન વિચાર કરવાનું કારણ નથી.) પરંતુ સામાન્ય પ્રજામાં ધનની તૃષ્ણ વધતી હોય એમ લાગે છે. તેથી એ તૃષ્ણારૂપી રાક્ષસી આપણું આત્માને ખાઈ ન જાય એટલી અત્યારથી સાવચેતી રાખીશું તે ભવિષ્યમાં અનેક અનર્થો ઉત્પન્ન થતા અટકશે, ધર્મરૂપી અમૃત મૂળમાં રેડાતું રહેશે તે જ ધનની વેલ પણ ફાલશે, અને એનાં ફળ મનુષ્ય ખાઈ શકે એવાં થશે.
અર્થને ધર્મ સાથે સંબધ જેમ જરૂર છે તેમ “કામ” સાથે પણ જરૂર છે. “અર્થ” સાથે જે કામની (સુખ) ઇચ્છા જોડાએલી હોતી નથી, તે કંજૂસપણું ઉત્પન્ન થાય છે. સુખની ઈચ્છા વિના સોનાના ઢગલા એના માલિકને ભાર રૂપ છે એટલું જ નહિ પણ સુખના વિનિમયમાં એ જ્યારે તવંગર પાસેથી ગરીબ પાસે જાય છે ત્યારે જ એની ગ્ય વહેંચણી થઈ જનસમાજનાં સઘળાં અવયવો સમાન સામર્થવાળાં બને છે. વળી જનસમાજ સમગ્ર લઈને વિચાર કરીએ તે તે એમ પણ કહી શકાય કે સુખની ઇચ્છા વિના જનસમાજ ધનિક થતો જ નથી; કારણ કે સુખની ઈરછા એ ધનના સંવિભાગમાં તેમ જ ઉત્પાદનમાં પ્રબળ હેતુ છે. આ કારણથી, જો કે આપણે આપણું રહેણુકરણમાં સ્થિતિને અનુસરતી સાદાઈ રાખીશું તથાપિ સુખ ભોગવવાની ઇચ્છા આપણું જીવનમાંથી તદ્દન હાંકી