________________
૫૦,
પુરુષાર્થ
રીતે પરેપકારમાં કારણ બની નીતિની ઉત્તમ ભાવના સિદ્ધ કરે. પરંતુ આ કાર્ય જનસમાજમાં ધનિક પુરુષે હેય તે જ બની શકે. માટે ધનને તિરસ્કાર એ જનસમાજ માટે પુરુષાર્થ ન જ ગણાય. માટે શાએ જનસમાજ માટે સામાન્ય નિયમો ઘડવામાં ધનને પુરુષાર્થ ગણ્યું છે તે યોગ્ય જ છે. વળી જેમ “અ” વિના નીતિ અશક્ય છે તેમ “કામ” ( વ્યાવહારિક સુખની ઈચ્છા) વિના પણ એ અશક્ય છે. નીતિ કેવળ વ્યાવહારિક સુખ અર્થે જ છે-પછી તે વ્યક્તિનું છે કે જનસમાજનું હે–એવી અધમ એહિકતા આપણા પૂર્વજોએ નીતિના પ્રયોજક હેતુમાં જે કે સ્વીકારી નથી; છતાં તેઓનું સામાન્ય મનુષ્ય સ્વભાવનું જ્ઞાન એટલું ઊડું હતું કે સુખની ઇચ્છા મનુષ્યને કેવો પ્રવર્તક હેતુ છે તે તેઓ ભૂલ્યા નહોતા. જનસંસ્કૃતિમાં સુખની ઇચ્છા કેવી પ્રબળ શક્તિ નીવડી છે એ ધ્યાનમાં રાખવાથી, “કર્મીને પુરુષાર્થ રૂપે સ્વીકાર એગ્ય જણાશે.
(૨) હવે “અર્થ’ને ધર્મ અને કામથી વિખૂટા પડતાં શાં પરિણામ આવે છે તે જોઈએ. અનીતિથી દ્રવ્ય સંપાદન કરવું, જગતમાં પ્રભુનો વાસ છે એ ભૂલી જઈ, રાત દિવસ “અ” ના દાસ થઈ સોનાના ઊકરડા વધા રવા–એ મનુષ્યજન્મને હેતુ કદી પણ હોઈ શકે નહિ. રોબર્ટ સુધીની બિશપ હૈટના ઊદરિયા મિનારા વિષેની કવિતા ઘણુએ વાંચી હશેઃ બિશપ હૈટ અત્યન્ત ભી અને ક્રૂર હતો એક વખત એના ગામમાં દુકાળ પડયો' ત્યારે લોક એની પાસે અનાજ માગવા આવ્યા. એણે હજારો મણ અનાજ પિતાના ઠારમાં ભરી રાખ્યું હતું પણ એમને એક કણ પણ ભૂખે ભરતા લોકોને એણે આ નહિ, અને ઉલટું એ બિચારાઓને એક કેઠારમાં રૂંધી મારી નાંખ્યા પરિણામે બન્યું એવું કે એ જ્યાં સૂતે હતે. ત્યાં ઠારના ઊંદરડાની ધાડ ધડબડ કરતી આવતી દેખાઈ! એની ભીંત એની છતે એના શરીર ઉપર જ્યાં જુવે ત્યાં ઊંદરડા! નદીની વચ્ચે વચ્ચે એક મિનારામાં જઈને રહ્યો ત્યાં પણ એનું એ દેખાય ! આ પ્રમાણે એનું પાપ એને કરડયું. બિશપ હેને આપણે ધિક્કારીએ છીએ અને એના ઉદરાની વાત સાંભળી આપણે હશીએ છીએ. પણ આપણે આપણા જીવનમાં દ્રવ્યની સેવા ધર્મથી કેવી વિખૂટી પાડી દઈએ છીએ એ વિચારીશું તે બિશપ હૈટને જ અવતાર આપણું આત્મમાં પ્રતીત થશે. પશ્ચિમના દેશમાં આજ કાલ અઢળક ધન સંપાદન કરવાની જે તૃણું વધી છે, અને એને પરિણામે ઘઊં રૂ વગેરે મનુષ્યની સામાન્ય અગત્યના પદાર્થો એક હાથ