________________
૫૪
પુરુષાર્થે
:
જીવનમાં ઉલ્લાસ અÖ, આપણા જીવનને ઊંચું અને નવું બનાવે. જે પ્રસંગના દિવસથી કરજની અને કષ્ટની શરૂઆત થાય તેને · ઉત્સવ' કાણુ કહી શકશે ? સરકારી દફતરમાં ઇન્કમટૅકસના ( આયપત વેરાના ) આંકડા જોશે। ત્યારે જણાશે કે ત્રીસ કરોડની વસ્તીમાં કેવી જૂજ સંખ્યા મહિને દહાડે પાંચ પાઉડ પણ કમાય છે ! છતાં ઉપર કહેલા ખર્ચાળ રિવાજોના ખેાજો તે દરેક જ્ઞાતિમાં દરેક કુટુમ્બ ઉપર હેાય છે એમ કહીએ તેા ચાલે. તમે પૂછશેા કે લેાક જો આવા દરિદ્ર છે. તે પ્રસંગે પ્રસંગે, જોઈતાં નાણાં ક્યાંથી આવે છે? આના ઉત્તર એક જ છે કે એમના દેહના અને આત્માના રુધિરમાંથી. આ અતિશયેાક્તિ નથી. આપણા નિધન દેશમાં દરેક કુટુમ્બને પાતા પાસે જે થાડુ ધણું દ્રવ્ય હેાય તે આવે પ્રસંગે ખર્ચવું પડે છે, તેનું પરિણામ એ આવે છે ક કુટુમ્બજનાના આરાગ્ય માટે ચેાગ્ય ધર કપડાં ખારાક વગેરેમાં જે ખર્ચ કરવું જોઇએ તે કરાતું નથી, તેમ જ ઉદ્યોગ કેળવણી મુસાકરી વગેરે મનુષ્યજીવનને સુખી અને વિશાળ બનાવનાર આવશ્યક સાધના પણ કેટલેક અંશે દૂરથી વર્લ્ડવાં પડે છે. તે માટે એમ કહીએ છીએ કે જીવનમાં · કામ ' યાને સુખ પ્રાપ્ત કરવું હોય તે ‘અર્થ' ના યાગક્ષેમના—એટલે કે પૈસા બચાવવા અને કમાવાના—માર્ગો ચેાો: કરકસર કરે!, કારણ કે કરકસર એ મ્હોટા અને આવશ્યક ગુણુ છે; પણ દ્રવ્યેાત્પાદન ઉપર મુખ્ય લક્ષ રાખા, કારણ કે દ્રવ્યેાત્પાદન એ વધારે મ્હાટા અને તેજસ્વી ગુણુ છે.
(૪) આ પ્રમાણે આપણા પ્રાચીન પૂર્વજોએ, ધર્મ અથ અને કામના સમન્વય કરવાને ઉપદેશ કર્યો છે. પણ કહ્યુસ`ધરા તે કીડી પણ કરે છે, અને સુખની ઇચ્છા તેા પ્રાણીમાત્રમાં સાધારણ છે: એટલે અર્થ અને કામ એ એ પુરુષાર્થી તે। મનુષ્યમાં ખાસ કરીને છે એમ કહી શકાતું નથી. પરંતુ મનુષ્યનું જે મનુષ્યત્વ છે તે તે ધર્મમાં જ રહેલું છે, અને તેથી સર્વ પુરુષાર્થ મધ્યે ધર્મને અગ્ર સ્થાન ધટે છે. આ કાણુથી ઉપલા શ્વેાકમાં વિશ્વામિત્રે જનકરાજાને પૂછ્યું છે કે હવે ઉત્તરાવસ્થામાં તે ધર્મને આગળ પાડયા છે કે ક્રમ ? અન્ય દેશામાં જ્યાં આશ્રમવ્યવસ્થા અજ્ઞાત છે ત્યાં મનુષ્યજીવનનું પરમ પ્રયેાજન ભૂલાઈ જઈ ઉત્તરાવસ્થા પરમાર્થ ચિન્તનમાં ન ગળાય એ સ્વાભાવિક છે; પરંતુ આપણા દેશ કે જેમાં આ વિષયની કિમત ખરાખર સમજાઈ છે, અને જેમાં પ્રાચીન મહર્ષિઓએ જીવનનું ' ટાઇમટેબલ ' બાંધી છેલ્લી ઘડી’ જીવનનું સાર્થક્ય કરવા માટે આંકી રાખી છે, ત્યાં પણ ઉત્તરા