________________
આશ્રમ વ્યવસ્થા
" ज्ञानदण्डो धृतो येन एकदण्डी स उच्यते ॥ काष्ठदण्डो धृतो येन सर्वाशी ज्ञानवर्जितः । જ જાતિ નાન વાન મહાવત્તિના तितिक्षाज्ञानवैराग्यशमादिगुणवर्जितः । भिक्षामात्रेण यो जीवेत् स पापी यतिवृत्तिहा ॥"
वाग्दण्डोऽथ मनोदण्डः कर्मदण्डस्तथैव च । यस्यैते नियता दण्डात्रिदण्डीति स उच्यते ।" '
જેણે જ્ઞાનદંડ ધારણ કર્યો છે તે એકદંડી; જેણે વાગદંડ મને દંડ અને કર્મદંડ રાખ્યા છે તે ત્રિદંડીઃ અર્થાત દંડ તે કાષ્ઠનો દંડ નહિ પણ આન્તર દંડ. કદાચિત ચિત્તવિક્ષેપે કરીને જ્ઞાનદંડની વિસ્મૃતિ થાય, તે ન થાય એટલા માટે જ્ઞાનદંડને સ્મારક કાષ્ઠદંડ ધારણ કરવામાં આવે છે.
જ્ઞાનહીન રહી માત્ર કાષ્ટને જ દંડ ધારણ કરનાર–જેનામાં તિતિક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, શમ આદિ ગુણે નથી, અને જે માત્ર ભીખ માગી ખાવી એટલું જ જાણે છે એ–પાપી છે, અને ઘર નરકને અધિકારી થાય છે.
આ રીતે આપણું શાસ્ત્રમાં–બ્રાહ્મણ બૌદ્ધ અને જિન ત્રણે શાસ્ત્રમાં– પતિના ધર્મો બહુવિસ્તારપૂર્વક વર્ણવ્યા છે, જેનું અત્રે તે માત્ર દિગદર્શન જ કરાવવાનું હતું.
એક પ્રશ્ન થશે કે–આ ચારે આશ્રમના ધર્મો જાણીને શું? બ્રહ્મચયવસ્થા જેમાં ગુરુકુલવાસાદિનો વિધિ છે; વાનપ્રસ્થાશ્રમ જેમાં સ્ત્રીસહવર્તમાન, ફલસૂલ ખાઈને અને વલ્કલ પહેરીને વનમાં રહેવાનું છે; અને સંન્યાસાશ્રમ, જેમાં સર્વસ્વનો ત્યાગ કરી જીવન્મુક્તિ પ્રાપ્ત કરવાની છે–એ હાલના જમાનામાં શક્ય છે? શક્ય નથી, તે પ્રાચીન ચિત્રો જોઈ ખુશી થવું એથી શું ફળ? આ પ્રશ્નને ઉત્તર કે દેશકાલાનુસાર દરેક સંસ્થામાં ફેરફાર થાય છે, અને થો જ જોઈએ—પણ એટલાથી આ આશ્રમસંસ્થા કાલાતીત થઈ ગઈ છે, વર્તમાન જમાનામાં કેવળ નિરુપાગી છે, એમ માનવું
* "मानसस्य ज्ञानदण्डस्य कदाचिञ्चित्तविक्षेपणास्मृतिः प्रसज्येतेति तनिवारणार्थ स्मारकः काष्ठदण्डो ध्रियते ।"