________________
આશ્રમવ્યવસ્થા
આશ્રમ વ્યવસ્થા જિતેન્દ્રિય રહી, શાસ્ત્રાધ્યયન કરવું, અને બુદ્ધિને જ્ઞાનથી પ્રદીપ્ત કરવી એ બ્રહ્મચર્યાશ્રમને પરમ ધર્મ. બ્રહ્મચર્યાશ્રમમાં સંપાદન કરેલા આ પક્ષ જ્ઞાનને અપક્ષ કરવા અર્થે ગૃહસ્થાશ્રમઃ ગૃહસ્થાશ્રમમાં, સંસારમાં પડતા પરમાત્માના પ્રતિબિમ્બનાં વિવિધ સ્કરણે પ્રત્યક્ષ કરવાં, અને એ અસંખ્ય ફુરણેમાંના એક સ્કુરણરૂપ થઈ માયાને અને માયા પણ બ્રહ્મરૂપ જ હોવાથી પરિણામે બ્રહ્માને–અનુભવ કરે, આ માયિક અનુભવની વચમાં પણુ લક્ષ સદા પરમાત્મા ઉપર રાખવું, એ ગૃહસ્થાશ્રમનું ખરું પ્રયોજન. પરમાત્મ-સ્વરૂપ વૈશ્વાનર અગ્નિમાં, સહધર્મચારિણી પત્ની સહવર્તમાન અહંતા-મમતાની આહુતિઓ આપવી, એ ગૃહસ્થનું અગ્નિહોત્ર. આમ સંસારમાં પરમાત્માને પ્રત્યક્ષ કરતાં કરતાં, અને અહંતા મમતાને સંકોચ ટાળતાં ટાળતાં, એ અધિકાર પ્રાપ્ત થાય છે કે જ્યારે પ્રતિબિમ્બ ઉપરથી દષ્ટિ ઉઠાડી બિમ્બ તરફ વાળી શકાય છે. આ વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમમાં ક્રમે ક્રમે સહધર્મચારિણી સહબ્રહ્મચારિણું થઈ જાય છે, અને ગૃહસ્થાશ્રમમાં જે પરમાત્મા–અગ્નિને પિતાની સહામે વિષય (object) રૂપે સેવવાને હતો એ જ અગ્નિને હવે પિતાના આત્મા (subject) માં સમારપી લેવાને છે.
સંસારનાં તે તે બાહ્ય કાર્યો અને કર્તવ્યમાં પ્રસરી રહેલા વૈતાનાખ્યા પરમાત્મ-અગ્નિને વિધિપુર સર–કર્તવ્યભંગ કર્યા વગર–પિતાના આત્મામાં સ્થાપી દેવો+, વિષયાભિમુખ વૃત્તિને આત્માભિમુખ કરવી, એ પરમાત્મસાક્ષાત્કારનું પ્રથમ પગથિયું. જેણે ગૃહસ્થાશ્રમ યથાવિધિ સેવ્યો છે, તેને આ આત્માભિમુખ અવસ્થા અજ્ઞાન આલસ્ય અને સ્વાર્થપરાયણતાથી ભરાવાને જરા પણ ભય નથીઃ વાનપ્રસ્થના ધર્મોનું વર્ણન કરતાં મનુ કહે છે –
" स्वाध्याये नित्ययुक्तः स्यात् दान्तो मैत्रः समाहितः ।
दाता नित्यमनादाता सर्वभूतानुकम्पकः ॥" * “Humanity' = સમસ્ત મનુષ્યજાતિ; આગળ વધીને, ભૂતમાત્ર. પિત્તન=પ્રસરવું, એ ઘાતુ ઉપરથી. + “ अग्नीनात्मनि वैतानान समारोप्य यथाविधि ।
રિતિઃ ચાક્યુનિસ્ટાર ” a મનુ