________________
૩૮
બુદ્ધિ અને હૃદય
રથી એને સારે પ્રકાર પણ હોઈ શકતો નથી, એમ સમગ્ર બુદ્ધિને ત્યાજ્ય ગણવી એ ભ્રમ છે.
- તર્ક જાળમાં લપટાઈ રહેતા તત્વવિમુખ એક ફિલસુફ કરતાં નિર્મળ હદયે ભક્તિપરાયણ થતે ગામડીઓ પરમ વસ્તુ પામવામાં વધારે યોગ્ય છે એ સ્પષ્ટ જ છે. સંસારપ્રવાહના નક્રથી પકડાએલા એક ગજેન્દ્રની પ્રભુ પ્રત્યેની ઊંડા હદયની ચીસ, કે શબરીનાં ખરા ભાવથી અપેલાં બેર, એને અસંખ્ય બુદ્ધિવિલાસ કરતાં અધિક પ્રિય છે એ નિર્વિવાદ છે. પણ એમનો સાક્ષાત્કાર એમના જેટલા જ હૃદયના વેગવાળા પણ એ કરતાં અધિક જ્ઞાની એવા એક ઋષિના સાક્ષાત્કારની સમાન પંક્તિમાં આવી શકે છે એમ કેણુ કહેશે ? આપણે ઘણીવાર એક નિર્મળ હદયના ગામડીઆને વખાણુએ છીએ, પણ એ તે ખોટા બુદ્ધિવિલાસને નિન્દવા ખાતર કરેલી માત્ર અતિશકિત જ છે. એને અર્થ એમ નથી કે એક જંગલી હેરેન્ટીટ અને એક મહાન દ્રષ્ટા–ષિવર—ધર્મના વિષયમાં સમાન છે. સમાન છે કહેવું એ તે અધિકાર અને પ્રકાશને એક ગણી નાંખવા બરાબર છે. વળી જુવો કે એ ગામડીઆ ઉપર પણ સ્વબુદ્ધથનુસાર તવનિર્ણય કરવાની ફરજ નથી? કયી ભાવના પરમાત્માની છે, અને કયી નથી એ વિષે યથાશક્તિ વિવેક કર્યા વિના તે ગામડીઆએ પણ પ્રવૃત્ત થવું ગ્ય નથી, અને આ નિર્ણય કરનાર જે વિવેકશક્તિ તેનું નામ જ બુદ્ધિ છે. પરમાત્મા જ્યાં જ્યાં સત (સાધુ). ભાવ છે ત્યાં ત્યાં વિરાજમાન છે, અને જેમ જેમ મનુષ્યબુદ્ધિ વિસ્તાર અને વિકાસ પામતી જાય છે તેમ તેમ એનું દર્શન વધારે ઉચ્ચતર અને યથાર્થ થતું આવે છે. આ ઉન્નતિ અને વૃદ્ધિનો પુરાવો પણ બુદ્ધિને સત્કાર કરાવવા તરફ વળે છે. કદાચ એમ કહેવાશે કે આ ઉન્નતિ અને વૃદ્ધિ તે હંદયની જ, બુદ્ધિની નહિ. પણ એમ કહેવામાં બુદ્ધિ અને હદયના નિકટ સંબન્ધની અવગણના થાય છે. હૃદય બુદ્ધિ વિના તે આજ જેવું હશે તેવું જ કેટિ વર્ષો સુધી રહેવાનું. બુદ્ધિ જ એની પાસે વિવેકપુર સર પ્રવૃત્તિ કરાવે છે, અને એ રીતે અધિકાધિક ઉન્નતિ સાધી આપે છે,
ત્યારે સિદ્ધાન્ત કે–બ્રહ્મવિદ્યામાં હૃદય અને બુદ્ધિ ઉભયને સરવાળા ધ્યાનમાં લેવાનો છે. કેવળ હૃદય કે કેવળ બુદ્ધિ અને ઘેરણુરૂપ થઈ શકે એમ નથી. બુદ્ધિહીન હૃદય તે રુધિરના એની મેળે ગમે તેવી રીતે ચાલતા એક સંચા જેવું છે; જેમ હૃદય વિનાની બુદ્ધિ વફ-ઇન્દ્રિય વિનાના શરીર જેવી છે. એક બીજી રીતે કહીએ તો બુદ્ધિ વિના હદય આંધળું છે, હદય વિના