________________
બ્રહ્મવિદા આ બ્રહ્મવિદ્યાના તસ્વરૂપે– " कोऽहं कथमिदं जातं का वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह विचारः सोऽयमीहशः॥"
“હું કેણુ? આ ક્યાંથી આવ્યું? આને કતી કોણ હશે? એનું ઉપાદાનકારણ શું અથાત એ શેનું બનેલું હશે?”-ઈત્યાદિ પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્નોના સમાધાન ઉપર–વિચાર યા આચારમાં થતા, સ્પષ્ટ યા ગર્ભિત રીતે થતા, સમાધાન ઉપર--મનુષ્યની સર્વ પ્રવૃત્તિઓના સ્વરૂપને આધાર છે. “હું કે?જે જડ પ્રકૃતિને જ એક અંશ હોઉં તે હારી સર્વ પ્રવૃત્તિઓ પ્રકૃતિથી જ નિયન્નિત હેવી જોઈએ, અને એમ હોય તે પછી મારામાં કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. હું દેહરૂપ જ હોઉં તે આ વિશાળ વિશ્વમાં મારી શી ગણના? મૃત્યુ પછી હું નથી જ' આ જન્મમાં મેં પાપ કર્યું તે પણ શું? પુણ્ય કર્યું તે પણ શું? એ સર્વ કેને માટે? ભવિષ્યને જનસમાજ સુખી થાઓ વા દુઃખી થાઓ એમાં મારે શું? જે પ્રકૃતિને ભાગ છે, અને પ્રકૃતિથી નિયત્રિત છે. એને જવાબદારી કેવી ? હવે એમ માને કે હું પરમાત્મારૂપ છું એમ સિદ્ધ થયું. એમ સિદ્ધ થતાની સાથે જ ઉપરના પ્રશ્નોનું કેવું જુદું જ સમાધાન થઈ જાય છે! જગતની ઉત્પત્તિ, જગતનું અન્તસ્તવ, ઈશ્વરનું અસ્તિત્વ, ઈશ્વરનું સ્વરૂપ–ઇત્યાદિ વિષેના આપણું સિદ્ધાન્ત, આપણી સમસ્ત પ્રવૃત્તિઓ ઉપર,
એ પ્રવૃત્તિઓના ઉદ્દેશ ઉપર, તથા એને સિદ્ધ કરવાનાં સાધનો ઉપર જુદું * જ અજવાળું નાંખે છે.
પણ તમે કહેશો કે બ્રહ્મવિદ્યા ભલે ઉપયોગી હોય, પણ એ નીરસ છે એમાં તો શંકા જ નહિ. આને ઉત્તર કે એ નીરસ લાગવાનું કારણ આપણે એના ઉપર અન્તને પ્રેમ નથી એ જ છે. એ નીરસતા ખરું જોતાં વિષયની નથી પણ આપણી જ છે. સર્વ રસનું પ્રભવસ્થાન અને નિધાન જે બ્રહ્મ એના સંબધી જે વિદ્યા તે નીરસ કેમ હોઈ શકે? બ્રહ્મવિદ્યાને તર્કભાગ કદાચ કોઈને કર્કશ લાગતો હશે. પણ એમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ખરૂ જોતાં એ તકે માત્ર સાંભળવાના નથી, પણ બુદ્ધિમાં, હદયમાં, આત્મામાં ઉપજાવવાના છે–અથત વર્તમાનપત્રની હકીક'તની માફક આ વિષયની હકીકત (news) મેળવવાની નથી, પણ એનું જ્ઞાન (Knowledge) મેળવવાનું છે. અને આ રીતે જ્ઞાન મેળવતાં– બુદ્ધિ હૃદય આત્મામાં તે તે સિદ્ધાન્ત ઉપજાવતાં–રસ આવ્યા વિના રહેશે નહિ.