________________
બ્રહ્મવિદ્યા
કામને માટે જોઈ તે અવકાશ હેત નથી. જે વર્ગને જનસમાજે આ કામ ખાસ કરીને સેપ્યું છે, અને સામાજિક વ્યવસ્થા દ્વારા જોઈતી ફુરસદ પણ આપી છે એ વર્ગમાં, અર્થાત બુદ્ધિશાળી વિપ્ર વર્ગમાં, જન્મ મેળવો એ સવિશેષ ભાગ્ય છે. વળી વિપ્ર” પણ દરેક ધર્મમાં હોય છે, પણ વૈદિક ધર્મના વિપ્ર લેવું એ તે આપણું બ્રાહ્મણનું જ સદ્ભાગ્ય છે. બ્રાહ્મણમાં પણ “બ્રહ્મબંધુ'$ ઘણા હોય છે. બ્રાહ્મણ હોઈ વિદ્વાન હોવું એ જ ખરા અહોભાગ્યની વાત છે. વળી વિદત્તા પણ અનેક વિષયની બની શકે છે, પણ વિદ્વાન હોઈ આત્મ–અનાત્મને વિવેક કરે, વિવેક કરી સારે અનુભવ-બ્રહ્માનુભવ–પ્રાપ્ત કરવા, બ્રહ્મરૂપે સારી રીતે સ્થિત થવું, અહેતામમતાજન્ય સંકેચરૂપી સંસારમાંથી મુક્તિ મેળવવી એ તો સેંકડો જન્મટિના સુકૃતનું ફળ છે એમ સમજવું.
કેટલાક પ્રશ્ન કરશે કે આ વિદ્યાથી શો લાભ? આખું હિન્દુસ્થાન આજ પર્યત આ મૃગણિકા પાછળ દેડી દેડીને નષ્ટ થઈ ગયું, તથાપિ હજી એની એ ચર્ચા ચાલે છે! આને ઉત્તર કે બ્રહ્મવિદ્યાએ તે હિન્દુસ્થાનને અનેક સંકટમાંથી તાર્યું છે. અનેક પરાક્રમોને જન્મ આપે છે. જ્યાં સુધી એને સૂર્ય દેદીપ્યમાન રહ્યો ત્યાં સુધી જ એની ચઢતી રહી, અને આજ પણ, એની મૃતવત દશામાં પણ, ચિત –પ્રજા––રહ્યું હોય તે એ બ્રહ્મવિદ્યાને જ પ્રભાવ છે. બ્રહ્મવિદ્યા એટલે આજકાલ ઘણું ખરા શાસ્ત્રી સંન્યાસીઓમાં કે યુનિવર્સિટીના તાકિમાં જે એ નામે ઓળખાતું કાંઈક આપણે જોઈએ છીએ એ નહિ. પણ જે પ્રાચીન મહર્ષિઓમાં હતું અને જેણે સમસ્ત હિન્દુસ્થાનમાં આયંભાવના વિસ્તારી; જે બુદ્ધદેવમાં હતું અને જેણે અશોકના સામ્રાજ્યને જન્મ આપે; જેણે શંકર ભગવાનમાં પ્રકટ થઈ, રામાનુજ, રામાનન્દ, કબીર, નાનક, રામદાસ, તુકારામ, આદિમાં ઊતરી, એક તરફ શીખ પ્રજાને અને બીજી તરફ મહારાષ્ટ્રની પ્રજાને એય આપી, જીવન આપી, ઉત્થાન આપ્યું–એ અલૌકિક સત્ત્વનું નામ જ “બ્રહ્મવિદ્યા છે,
+ કન=જન્મવું ધાતુ ઉપરથી.
નો દરવું ઉપરથી ન=નેતા, દેરનાર. * યદ્યપિ વિશ્વતન્ત્રમાં તો ઉભય સરખાં જરૂરનાં છે. હું માત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા એટલું જ.