________________
૪
બ્રહ્મવિદ્યા
કારણ કે આત્મામાં જે વસ્તુ મહારથી —foreign matter' તરીકે– આવીને પડે છે એ જ એને ભારરૂપ લાગે છેઃ જે એ સ્વયં અન્તમાંથી ઉપાવે છે એ તે! એને આનન્દ જ આપે છે. બ્રહ્મવિદ્યા આ રીતે પેતાની થઈ જતાં, અખૂટ આનન્દના ઝરા થઇ રહે છે.
પણ હજી કાઈ વાંધા લેશે કે ભલે એ ઉપયેાગી ાય, અને ભલે એમાં આનન્દ આવે, પણ વસ્તુતઃ એ વિદ્યા જ અશક્ય છેઃ બ્રહ્મ' એવા જગતી પાર પદાથૅ જ નથી, કારણ કે આપણું સર્વે જ્ઞાન જગતની અન્દર જ પૂરાએલું છે, એની ખહાર એ જઈ શકતું જ નથી. આ વિચાર કેટલીવાર કાન્ટના તત્ત્વજ્ઞાનમાંથી કાઢવામાં આવે છે. અને કૌન્ત નામના ફ્રેન્ચ તત્ત્વવેત્તાએ એનું બહુ આગ્રહપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ સિદ્ધાન્તની પરીક્ષા આપણે કાઇક પ્રસંગે કરીશું. હાલ તે માત્ર હું। જ ઉત્તર આપીશું. જગત્ એ આપણી દૃષ્ટિ આગળ દેખાતા અનેક વિવર્તીનું નામ છે, માટે એવા કાઈક પદાર્થ હોવા જ જોઈ એ કે જેના એ વિવર્તી છે. આ રીતે, જ્ઞાન જગતની અને જગતના અધિષ્ટાનની, ઉભયની, સાક્ષી પૂરે છે. અધિષ્ઠાન ચેતન છે, કે જ છે, કે એમાંથી એકે નથી એ જાદે પ્રશ્ન છે. પણ એ છે એમાં તે સંશય જ નથી. બ્રહ્મવિદ્યાના અસંભવની શંકા ઉદ્ભવવાનું કારણ એટલું જ દેખાય છે કે જે પદ્ધતિ ‘સાયન્સ' (ભૌતિકપદ્દાર્થવિષયક-શાસ્ત્ર ) માં ચાલે છે એ અત્રે ચાલતી નથી. સર્વે જ્ઞાનનાં સાધન અને પ્રકાર એક સરખાં જ હોય એમ કેમ બને ? ‘સાયન્સ' ના વિષય પદાર્થીનાં બાહ્ય સ્વરૂપ-વિવર્તી— છે, માટે એ સ્વરૂપાના પરસ્પર સંબન્ધાદિકના વિચારને જે પદ્ધતિ અનુકૂલ પડે એ પતિ એ લે છે. પદાર્થમાત્રનું અન્તસ્તત્ત્વ એ બ્રહ્મવિદ્યાના વિષય છે, માટે એ અન્તસ્તત્ત્વના નિર્ણય કરવાને જોઈતી પદ્ધતિ એ સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, એક તાર્કિકની સત્ય જોવાની પદ્ધતિ એ કવિને અનુકૂલ થશે? નહિ જ. એ જ રીતે પ્રકૃતમાં પણ છે. “ આખા ગગનમંડળ હામે મેં ટેલિસ્ક્રાપ ( દૂરદર્શક યન્ત્ર ) ફેરવી જોયું. પણ મને તેા ઈશ્વર કાઈ પણ સ્થળે નજરે ન પડયા ” એમ ઉદ્વાર કરનાર ખગાળવેત્તા બ્રહ્મવિદ્યાની પદ્ધતિ અને ખગાળવિદ્યાની પદ્ધતિ વચ્ચે ગુંચવાડા કરે છે. સાત કડીની કંઠી ઉપર દષ્ટિ ફેરવી કાઇ કહે કે “હું તેા સાત જ કડીઓ જોઉ છું, આઠમી મ્હારી નજરે પડતી નથી.” તે એવું કહેવું યથાર્થ છે. પણ જો એ એમ કહે છે કે “હું સુવર્ણ (જેની એ કડી અનેલી છે,તે) પણ જોતા નથી,” તે એનું કહેવું ભૂલભરેલું છે. એ જ પ્રમાણે જ્યાં સુધી ‘સાયન્ત્' તે તે િવવ વચ્ચે
?