________________
આપણું તત્ત્વજ્ઞાન
આપણાં શાસ્ત્રોની કવિ કલ્પનામાં ગંભીર તત્ત્વજ્ઞાન રહેલું છે એ વસ્તુસ્થિતિ અવગણવાથી મેંકસમૂલર જેવા હિન્દુસ્થાનને માટે સાધારણ રીતે પ્રેમ અને પક્ષપાત ધરાવનાર વિદ્વાને પણ કેવી ભૂલ કરી હતી તેનું એક રમુજી ઉદાહરણ ઋગ્યેદસંહિતાના હિરણ્યગર્ભ સૂક્તની પ્રસિદ્ધ પંક્તિ
સેવા વિષr વિધે” એને સાયણાચાર્યે કરેલા અર્થને મેકસ મૂલરે કરેલો ઉપહાસ છે. એ પંક્તિના “વા પદને લઇ ને સાયણાચાર્યે પ્રજાપતિ” અર્થ કર્યો છે. જે પાછળના સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. મૅકસ મૂલર સાયણાચાર્યના અર્થને હસી કાઢે છે, પરંતુ એ અર્થને મૂળ અર્થ સાથે શું સંબંધ છે એ વિષે એમણે વિચાર કર્યો નથી. એ વિચાર કર્યો હોત તે તે ઉપહાસ કરવાને બદલે કાંઈક ઊંડું સત્ય એ જોઈ શકત. એ વિચાર માટે મગજમારી કરવી પડે એમ પણ નથી, એનું રહસ્ય ઐતરેય બ્રાહ્મણમાં સ્પષ્ટ વાંચવામાં આવે છે. ઈન્દ્ર પ્રજાપતિને કહ્યું કે મેં વૃત્રને માર્યો અને સઘળું જીતવાનું છે, માટે તમારૂ મહત્વ મને આપો. પ્રજાપતિએ ઉત્તર દીધો કે એમ કરૂ તે પછી હું =કેણ રહ્યો ? ઈન્દ્ર કહ્યું કે તમે કહ્યું કે પછી હું “શર =કેણ, માટે તમે “= જોઇન થાઓ. આનું તાત્પર્ય એવું છે કે જ્યારે સગુણ બ્રહ્મ અસુરને હણે છે ત્યારે તે ઉપાસ્ય થાય એ સ્વાભાવિક છે. પણ એમ થાય તે પછી નિર્ગુણ બ્રહ્મ એ ? કહેતાં પ્રશ્નરૂપ થઈ જાય અને એનું મહત્વ ચાલ્યું જાય. આ જ કારણથી કેટલાક વેદાન્તીઓ સગુણ બ્રહ્મને જ માને છે અને નિર્ગુણ બ્રહ્મને નિષેધ કરે છે. આ આખ્યાયિકામાં એ ભયનું સૂચન કરી ઉપદેશનું તાત્પર્ય એ ઉપસ્થિત કર્યું છે કે નિર્ગુણ બ્રહ્મ જ સગુણમાં પ્રકટ થતું હોવાથી એનું મહત્ત્વ રહેવું જોઈએ, કારણ કે ભલે દેવાસુરસંગ્રામનાં યુદ્ધો સગુણ બ્રહ્મ જીતે, પણ સગુણનું અધિકાન નિર્ગુણ છે એ ભૂલવાનું નથી.
આમ આપણું તત્ત્વજ્ઞાન દર્શને ગ્રન્થા તરીકે જે સુપ્રસિદ્ધ છે તેમાં જ રહેલું નથી, પણ પ્રાચીન વેદથી માંડી પુરાણ સુધીના ગ્રન્થની કવિપ્રતિભામાં પ્રકટ થએલું છે. આ આપણું તત્ત્વજ્ઞાનનું ભૂષણ છે, દૂષણ નથી.
- વસન્ત, શ્રાવણ સંવત ૧૯૮૯
ત્યારે તે
અને
. તે પછી
થાના
કેટલાક વેપારી
લેવા ચાચરા સુર” (બ. ઉ૫) ૨ સાયણાચાર્ય એ કર્યો છે. અને તેથી લખે છેઃ “હિં થોડનિષ્ણતશ્વરપર્વત પ્રજ્ઞાબતો વર્તતે.” ૩. આને વેદમાં અન્યત્ર “ક” કહ્યું છે, કાર્લાઇલ જેને “x' કહે છે,