________________
આપણું તત્વજ્ઞાન
૫
myths and symbols, which dogmatism turns into flat historical narratives and rationalism as ponderously rejects ?..... And have not the greatest philosophers been more than half poets? We value Spinoza not for his geometrical metaphysics but for the flashes of vision in which the amor intellectualis makes him a . God-drunken man'? Plato is for ever unintelligible till we read him as a prophet and prose poet, and cease to hunt for a system in his writings."
આપણું પ્રાચીન ગ્રન્થામાં આ પ્રમાણે તત્વજ્ઞાન કવિપ્રતિભામાં પ્રગટ થયાનાં અસંખ્ય ઉદાહરણ છે. ઉપનિષદમાં કથની ઉપાસના છેઃ “ફી' એટલે ઉચ્ચરેલું બહાર પ્રકટેલું ગાન. આ સૃષ્ટિ અને એના કેન્દ્રભૂત સૂર્ય આદિ મહાન પદાર્થો, એ પરમાત્માના ગાન રૂપ છે એ ભાવ એ ઉપાસનાને અન્તમાં રહેલો છે. સૃષ્ટિના કર્તાને એક કુંભાર કે ઘડીઆળી રૂપે કલ્પવો તે કરતાં એને કવિ કે સંગીતકાર રૂપે કલ્પો એમાં કેવી સુન્દરતા અને ભવ્યતા બ૯ અધિક યથાર્થ રહેલું છે ! ઈશ્વરની અર્ધ-નારીનટેશ્વરની કલ્પનામાં બીજા રૂપકથી વિશ્વની ઉત્પત્તિને સ્થાને એની સ્થિતિનું સ્વરૂપ બતાવવાનો યત્ન છે. આ વિશ્વમાં પ્રભુનું અદ્ભુત નૃત્ય થયા કરે છેઃ એ નેટના નૃત્યમાં સ્થિતિ (static) ઉપરાંત ક્રિયા (dynamic) મૂર્તિમન્ત થાય છે અને એ મૂર્તિની આકૃતિમાં સ્થિતિ અને ક્રિયાની અલૌકિક સમતા પ્રતીત થાય છે. અર્ધનારીશ્વરની કલ્પનામાં પ્રકૃતિ અને પુરુષને સમન્વય વિવક્ષિત છે, અને એમના લાસ્ય અને તાણ્ડવમાં પણ એ જ પ્રમાણે સુન્દરતા અને ભવ્યતા એકઠાં થાય છે. કૃણ–પીના રાસમાં પણ એ જ એક બીજે તત્વજ્ઞાનને ભાવ રહેલો છે. આ વિશ્વ એક અખંડ રાસ૩–અર્થાત રસમય નૃત્યની લીલા યા ગર–છે, જેના મધ્યમાં કેન્દ્રરૂપે પ્રભુ વિરાજે છે, આસપાસ પ્રકૃતિની વિવિધ શક્તિઓ ગરબે રમી રહી છે, તેમાં, પ્રત્યેક ગેપીની સાથે એક ૧ નૈયાયિક રૂપક. ૨ અંગ્રેજ ફિલસુફ પેલી (Paley)નું રૂપક ૩ અન્યત્ર વેદમાં અનેક સ્થળે. ૪ કારણ કે એમાં પૃથફ ઉપાદાન કારણ માનવું પડતું નથી. ૧ સ્ત્રીનુ કમળ નૃત્ય. ૨ પુરુષનુ ઉગ્ર નૃત્ય. ૩ નિત્ય રાસ નારાયણુ કેરે.” ૪ નરેનો છોને સમૂહ તે “નાર અયન