________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
જે મુક્તિવાદી ધર્મ છે તે કહે છે કે સુખ અને દુઃખ બંને બંધન છે. માણસ સુખને ચાહે છે, સુખ ને માટે પ્રયત્ન કરે છે. સમજી લો સુખ મળી પણ ગયું. સુખ ને ભોગવી પણ રહ્યો છે. એશ આરામ કરે છે. પરંતુ તે સુખ ભોગની સાથે નવા પાપકર્મ પણ બાંધતો જાય છે. શુભ કર્મનો ક્ષય થતો જાય છે. ફરી અશુભ કર્મનો ઉદય થાય છે. થોડા સુખ પછી ભયંકર દુઃખ ને પ્રાપ્ત કરે છે. ગીતામાં પણ કહ્યું છે જે સ-કામ કર્મ કરે છે. પુણ્યની અભિલાષાથી, સ્વર્ગની કામનાથી તપ કરે છે. તે મરીને સ્વર્ગને પ્રાપ્ત પણ કરી લે છે. પરંતુ ત્યાં દેવીઓના મોહ-માયામાં ફસાઈને પોતાના પુણ્યને ખતમ કરી નાંખે છે અને ફરી પુણ્યહીન બનીને ફરી દુઃખની ખાઈમાં ગબડી પડે છે.
૧
જૈનદર્શન કહે છે સુખ, દુઃખના આ ચક્રનું મૂળ કર્મ છે. સંસારના સમસ્ત સુખ અને દુઃખ કર્મથી ઉત્પન્ન થાય છે.
સત્ત્વે સય મ્મપ્રિયા । (સૂયગડાંગ સૂત્ર ૧/૨/૩/૧૮)
બધા પ્રાણી પોતાના કર્મ અનુસાર ચાલે છે.
जं जारिसं कम्म मकासि पुव्वं ।
તમેવ ઞાતિ સંપરĪણ્ । (સૂયગડાંગ સૂત્ર ૧૫-૨-૨૩)
क्षीणे पुण्ये मर्त्यं लोक विशन्ति
સુખ-દુઃખનું મૂળ કર્મ...
જૈનદર્શન કહે છે સુખ, દુ:ખના આ ચક્રનું મૂળ કર્મ છે. સંસારના સમસ્ત સુખ અને દુઃખ કર્મથી ઉત્પન્ન થાય છે.
મુળા વાદી નાયડું । (આચારાંગ સૂત્ર ૧/૩/૧)
કર્મથી બધી ઉપાધિઓ ઉત્પન્ન થાય છે. બધા પ્રાણી પોતાના કર્મોનાં કારણે અલગ અલગ યોનિઓમાં જન્મ ધારણ કરે છે.
૨૦
પૂર્વ જન્મમાં જેણે જેવું કર્મ કર્યું હોય, આ જન્મમાં તે એવું જ તેનાં ભાગમાં આવશે. આ કર્મવાદનો શાશ્વત નિયમ છે.
જૈનદર્શન કહે છે કે સુખદુઃખ તો કર્મને આધીન છે. સુખ-દુ:ખ તો પોતે સેવક છે. રાજા તો કર્મ છે. અશુભ કર્મનો ક્ષય કરો તો દુઃખ પોતાની મેળે ક્ષીણ થઈ જશે અને દુઃખનો નાશ થતાં જ સુખ પણ સ્વયં પ્રગટ થઈ જશે. દીપક પ્રગટાવશો તો અંધારા પોતાની મેળે દૂર થઈ જશે અને અંધારૂ દૂર થઈ ગયું તો પ્રકાશ સ્વયં જ આવી જશે. એટલા માટે જે કાંઈ પણ કાર્ય (તપ) કરો તે અશુભ કર્મનો નાશ કરવા માટે કરો. એટલે કે અશુભ કર્મની નિર્જરા માટે કરો.