________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
શુભ અને પવિત્ર આલમ્બન પર એકાગ્ર થવું તે ધ્યાન છે. ધ્યાનનો અર્થ બતાવતાં કહે છે કે અશુભ વિચારોના પ્રવાહને રોકીને શુભ તરફ જવું અને શુભમાં જ આગળ વધતા જવું એ ધ્યાન છે. મનની અંતર્મુખતા, અત્તરલીનતા આ શુભ ધ્યાન છે. મન વધારે સમય ન તો અશુભમાં રહે છે ન તો શુભમાં. કારણ કે તે ચંચળ છે. તે ચંચળતા થોડા સમય માટે રોકાઈ જાય છે. જૈનાચાર્યોએ કહ્યું છે કે –
મુહર્તાન્તન: શૈર્ય ધ્યાન છાશુ યોનિનામ્ | (યોગ શાસ્ત્ર - ૪/૧૧૫) છદમસ્થ સાધકનું મન વધુમાં વધુ અન્તર્મુહુત સુધી (૪૮ મિનિટ) સુધી એક વિષયમાં એક આલંબન પર સ્થિર રહી શકે છે. આનાથી વધારે નહિ અને જો વધારે રહી ગયું તો વીતરાગતાને પ્રાપ્ત કરી લે છે. મનની ચંચળતા સમાપ્ત થઈ જાય છે. આર્તધ્યાનનું સ્વરૂપ અને લક્ષણ :
આર્તધ્યાન એ અશુભ ધ્યાન છે. આર્તનો અર્થ છે દુઃખ, પીડા, ચિંતા, શોક આદિ. જ્યારે ભાવનામાં દીનતા, મનમાં ઉદાસીનતા, નિરાશા તથા રોગ આદિથી વ્યાકુળતા, અપ્રિય વસ્તુના વિયોગથી ક્ષોભ તથા પ્રિય વસ્તુનાં વિયોગમાં શોક આદિના સંકલ્પ મનમાં ઉઠે છે. ત્યારે મનની સ્થિતિ ખૂબ જ દયનીય તથા અશુભ બની જાય છે. આ પ્રકારના વિચારો જયારે મનમાં જમા થઈ જાય છે ત્યારે મન એમાં ને એમાં ખોવાઈ જાય છે. ચિંતા-શોકના સમુદ્રમાં ડૂબી જાય છે ત્યારે તે આર્તધ્યાનની કોટિમાં પહોંચી જાય છે. આ વિચારો કોઈ કારણોનાં કારણે જન્મ લે છે. તે કારણોનું વર્ગીકરણ કરતા આર્તધ્યાનના ચાર કારણ અને ચાર લક્ષણ બતાવ્યા છે. આર્તધ્યાનના કારણ અને લક્ષણ : (A) અમપુન સંપા - અમનોજ્ઞ સંપ્રયોગ :
અપ્રિય, અણગમતી, ન ઇચ્છેલી વસ્તુનો સંયોગ થવા પર એનો પીછો છોડાવવા માટે ચિંતા કરવી કે આ ક્યારે દૂર થશે, પરંતુ જયારે દૂર થતી નથી ત્યારે મન અશાંત બની જાય છે. માણસ અંદરથી ઘણો દુઃખી બની જાય છે. ક્ષોભિતું અને આકુળ-વ્યાકુળ બની જાય છે. તે અમનોજ્ઞનો સંપ્રયોગ છે. (B) મધુન સંપો - મનોજ્ઞ સંપ્રયોગ : | મન ઇચ્છિત વસ્તુ મળવા પર જે પ્રસન્નતા અને આનંદ આવે છે. પરંતુ જયારે એ વસ્તુનો વિયોગ થાય છે. ત્યારે બધો જ આનંદ ઓસરી જાય છે. અને આનંદ કરતા પણ વધારે દુઃખ અને પીડાનો અનુભવ થવા લાગે છે. તેને મનોજ્ઞ સંપ્રયોગ કહેવામાં આવે છે.