________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
પ્રકરણ - ૫
ઉપસંહાર ૫.૧ તપથી લાભ તપનો ઉદ્દેશ અને લાભ ?
એક માણસ કેરીની ગોટલો વાવે છે. એની ખૂબ સેવા સાથે માવજત કરે છે. સાર-સંભાળ પણ ખુબ જ રાખે છે. રાત-દિવસ પરિશ્રમ કરીને દેખરેખ રાખે છે. કોઈ એને પૂછે કે આ આંબાના ઝાડની આટલી બધી સેવા શા માટે કરો છો ? એમણે જવાબ આપ્યો કે કેરી પાકશે, સરસ મીઠા-મધુર ફળ ખાવા મળશે. બસ એ ફળો માટે જ હું આટલી બધી મહેનત કરી રહ્યો છું.
એ ભાઈના પાડોશમાં રહેતા એમના મિત્રો આવી જાત મહેનત કરી એમને પણ પૂછવામાં આવ્યું કે તમે પણ આટલી બધી મહેનત શા માટે કરો છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ વિશાળવૃક્ષથી છાયા મળશે. જ્યારે કપાશે ત્યારે ઘણા લાકડા મળશે.
આ બેમાંથી હોંશિયાર કોણ અને મૂર્ખ કોણ? જે કેરીનાં ફળને ચાહે છે તે લાકડા તથા ડાળીઓ ઇચ્છે છે તે. ત્યારે તમે કહેશો કે કેરીની ચાહના તો રાખવી જ જોઈએ. કારણ કે ડાળી કે લાકડા તો આપોઆપ મળવાના જ છે. એની ઇચ્છા કે લાલસા કરવાની શું જરૂર છે ?
આજ વાત આચાર્યોએ તપના વિષયમાં પણ આજ વાત બતાવી છે. તારૂપી મહાવૃક્ષ દ્વારા નિર્જરારૂપી મધુર ફળ જે ઇચ્છે છે તે સાચો અને ચતુર સાધક છે અને જે શરીરને ભયંકર કષ્ટ આપીને તે તપથી ફક્ત યશ, કીર્તિ, રિદ્ધી-સિદ્ધી અને સ્વર્ગની ઇચ્છા કરે છે તે મૂર્ખ અજ્ઞાન અથવા બાલતપસ્વી છે.
જૈનદર્શનમાં તપનો અદ્દભુત અને અપાર મહિમાં ગાયો છે. તપના પ્રભાવથી અચિત્ય લબ્ધિઓ, રિદ્ધિ, સિદ્ધિ સમૃદ્ધિઓને પ્રાપ્ત કરે છે. આ સાંભળીને તમારા મન પણ લલચાઈ જશે કે અમો પણ તપ કરીએ અમુક શક્તિઓ અમુક લબ્ધિઓ પ્રાપ્ત કરી લઈએ. અમુક દેવને પ્રસન્ન કરી લઈએ પરંતુ બંધુઓ જે મેં કહ્યું તેમ કોઈ રિદ્ધિ-સિદ્ધિ અથવા દેવતા આદિને પ્રસન્ન કરવા માટે તપ કરવું એ તો આંબના મહાવૃક્ષ પરથી લાકડાઓ મેળવવા જેવું છે. વાસ્તવમાં તપનો આ ઉદેશ નથી. તપ તો કોઈ મહાલાભ માટે કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. જેવી રીતે ખેતરમાં અનાજની સાથે ઘાસ, ભૂસુ વગેરે પણ મળે જ છે. પરંતુ શું કોઈ ઘાંસ કે ભૂસા માટે ખેતી કરે ખરા? ના. તો આ પ્રકારે કોઈ ભૌતિક લાભ માટે તપ કરવામાં આવતો નથી. તપ આત્મશુદ્ધિના મહાન ઉદેશથી પ્રેરિત થઈને કરવું જોઈએ.