________________
તપશ્ચર્યા
બ્રહ્મચર્ય જ તપ છે.
ગીતામાં પણ કહ્યું છે કે
ब्रह्मचर्यमाहिंसा च शरीरं तप उच्यते । (ગીતા)
બ્રહ્મચર્ય અને અહિંસા શરીરના ઉત્તમ તપ છે.
બ્રહ્મચર્યથી પારલૌકિક લાભ
બ્રહ્મચર્ય પરલોકના લાભનું એક મુખ્ય સાધન છે. બ્રહ્મચર્ય અન્તઃકરણને પવિત્ર તેમજ સ્થિર રાખનાર છે. સાધુજનો વડે તેનું સેવન થાય છે. મોક્ષનો માર્ગ અને સિદ્ધગતિનું ઘર છે. શાશ્વત છે. બાધારહિત છે. પુનર્જન્મનો નાશ થવાને લીધે અપુનર્ભવ છે. પ્રશસ્ત છે રાગાદિનો અભાવ થવાથી સૌમ્ય છે. સુખસ્વરૂપ હોવાથી શિવ છે. સુખ-દુઃખાદિના દ્વન્દથી રહિત હોવાથી તે અચળ છે. અક્ષય તથા અક્ષત છે, મુનિઓ દ્વારા સુરક્ષિત અને પ્રચારિત છે. ભવ્ય છે, ભવ્યજનો તેનું આચરણ કરે છે, શંકારહિત છે. નિર્ભયતા આપનાર વિશુદ્ધ તથા ઝંઝોટથી દૂર રાખનાર તેમજ ખેદ અને અભિમાનને નષ્ટ કરનાર છે.
બ્રહ્મચર્યની આરાધનાથી બધા વ્રતનું આરાધન થાય છે. તપ શીલ, વિનય, સંયમ, ક્ષમા ગુપ્તિ અને મુક્તિ સિદ્ધ થાય છે. તથા આ લોક અને પરલોકમાં યશકીર્તિના વિજયપતાકા લહેરાય છે. અન્ય ગ્રન્થોમાં પણ કહ્યું છે કે....
समुद्रतरागे यद्वत उपाया नौः प्रकीर्तिता ।
संसारतरणे यद्वत ब्रह्मचर्य प्रकीर्तितम् ॥ (સ્મૃતિ)
પ્રકરણ ૬
સમુદ્ર પાર કરવા માટે નૌકા જેમ શ્રેષ્ઠ સાધન છે તેમ સંસારથી તરવા માટે બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ સાધન છે.
ઉપનિષદમાં પણ કહ્યું છે કે...
अद्य यद्यज्ञ इत्याचक्षते ब्रह्मचर्य मेव |
જેને યજ્ઞ કહે છે તે બ્રહ્મચર્ય જ છે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
૫૬૭