________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
બ્રહ્મચર્યથી ઈહલૌકિક લાભ
બ્રહ્મચર્યથી પારલૌકિક જ નહીં ઇહલૌકિક લાભ પણ મળે છે. બ્રહ્મચર્યથી સ્વાથ્ય સારું રહે છે. સ્વાથ્ય સારું હોય તો જ આ લોક સંબંધીના કાર્યો સારી રીતે કરી શકાય છે. પૂ. હેમચન્દ્રસૂરિજી કહે છે કે...
चिरायुषः सुसंस्थानां दृढसहनना नराः ।
तेजस्विनो महापीर्या भवेयुर्ब्रह्मचर्यत- ॥ બ્રહ્મચર્યથી શરીર ચિરાયુ, સુંદર, દઢકર્તવ્ય, તેજપૂર્ણ અને પરાક્રમી બને છે. વૈદિક ગ્રન્થોમાં પણ કહ્યું છે કે...
ब्रह्मचर्य परं ज्ञानं ब्रह्मचर्य परं बलं ।
ब्रह्मचर्यमयो ह्यात्मा ब्रह्मचर्य तिष्ठाति ॥ બ્રહ્મચર્ય જ બધાથી ઉત્તમ જ્ઞાન છે. અપરિમિતિ બળ છે, આ આત્મા નિશ્ચયે બ્રહ્મવર્ણમય છે અને બ્રહ્મચર્યથી જ તે શરીરમાં રહેલ છે.
આ પ્રમાણેથી આ વાત સારી રીતે સિદ્ધ થઈ જાય ચે કે બ્રહ્મચર્યથી ઇહલૌકિક સુખોનું પણ સાધન છે. વૈભવ, ધન, વિદ્યા, સાહસ વિગેરે પણ પ્રાપ્ત થાય છે. અબ્રહ્મચર્યથી હાનિ
जहा य किंपांगफला मणोरमा रसेण वण्णेण य भुज्यमाणा । ते खुडइएं जीवीय पच्चमाणा ।
एओयमा कामगुणा पिवागे ॥ જેમ કિપીંગનું ફળ વર્ણ અને રસથી મનોરમ તેમ જ સ્વાદષ્ટિ છે પરંતુ ખાવામાં આવે તો જરૂર મૃત્યુને જ ભેટવું પડે છે તેવી રીતે કામ ભોગ દેખાવામાં સારાં લાગે છે પરંતુ તેનું પરિણામ ખૂબ દુઃખદાયક છે. આથી કામભોગોનો ત્યાગ કરવા જેવો છે.
ઇન્દ્રિયો ખરાબ વિષયમાં લોલુપ ન થાય અને વીર્ય પૂર્ણરૂપે સુરક્ષતિ રહે તેનું નામ જ બ્રહ્મચર્ય છે.
અબ્રહ્મ તપ સંયમ માટે વિઘ્ન રૂપ છે. વિષય, કષાય આદિ પ્રમાદનું મૂળ છે. ઇન્દ્રિયો પાસે જે કાયર છે તેવા લોકો જ આમાં ફસાય છે.