________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ત્રણ લોકમાં અપ્રતિષ્ઠિત તેમજ જરા, મૃત્યુ રોગ, શોકની વૃદ્ધિ કરનારું છે. આ લોકમાં બંધનકર્તા અને પરલોકમાં અનિષ્ટકારી છે. મહામોહરૂપ અંધકારનું સ્થાન છે. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ પર્યાયોથી ચતુર્ગતિરૂપ સંસારમાં વિશેષ સમય સુધી વારંવાર પરિભ્રમણ કરાવનાર અને મોહનીય કર્મને બાંધનાર છે. આ રીતે અબ્રહ્મનું ફળ આ લોકમાં અલ્પસુખ આપનાર ને પરલોકમાં મહાન દુઃખ આપનાર છે.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
મ ોધસ્તથાસ્તો બતાવે તત્ ત્રયં ચેનસ્ II (ગીતા - અ. ૧૬/૨૧) કામ, ક્રોધ અને લોભ આ ત્રણે નરકના દ્વાર અને આત્માનો નાશ કરનાર છે. આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ.
રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ જ મનુષ્યને પાપના રસ્તે લઈ જાય છે. તે પેટ ભરનારા, મહાપાપી અને શત્રુ છે. જેવી રીતે આગ ધુમાડાથી ઢંકાયેલી રહે છે તેવી રીતે આખો સંસાર કામથી ઢંકાયેલો છે. એટલે જેમનામાં કામ ન હોય જે કામથી પર હોય તે સંસારથી પર છે. હે સર્જન ! ક્યારેય તૃપ્ત ન થાય તેવી આ કામરૂપી આગ હંમેશા આત્માની શત્રુ છે. તે જ્ઞાનીઓના જ્ઞાનને પણ ઢાંકી દે છે. આ કામનું સ્થાન-રહેઠાણ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ છે. આ તેને સહારે જ્ઞાનને ઢાંકીને મનુષ્યને આકર્ષિત કરે છે.
આ રીતે અબ્રહ્મચર્યની બધાએ નિન્દા કરી છે. પરલોક સંબંધી જે હાનિઓ થાય છે તેનું વર્ણન તો કરેલ જ છે. પણ આ લોકમાંય તેનાથી ઘણું નુકશાન થાય છે. બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર
બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે અને એ પાલન માટે વ્રત, નિયમ કે સંકલ્પની જરૂરીયાત છે. સંકલ્પવ્રત અથવા પ્રતિજ્ઞા કરવાથી કામમાં આવનાર મુશ્કેલીઓ સહન કરવાની શક્તિ આવે છે. મનમાં દઢતા રહે છે.
संकल्पेन विना राजन् चत्किचित कुरुते नहिः । પન્નાથજૂવાં તસ્ય ધાર્ધ દ્રષ્ય ભવેત્ II (પદ્મપુરાણ)
(૫૬૯)