________________
તપશ્ચર્યા
હે રાજન ! સંકલ્પ વિના જે કાંઈ કરવામાં આવે છે તેનું ફળ થોડું મળે છે અને તે કામના ધર્મમાં અડધો નાશ પામે છે.
પ્રકરણ ૬
કોઈપણ શુભકાર્ય કરવા માટે સંકલ્પ હોવો આવશ્યક છે અને પરલોક માટે હિતકારી નિયમોનાં પાલનનો સંકલ્પ જ વ્રત કહેવાય છે.
બ્રહ્મચર્યના ભેદ
બ્રહ્મચયના બે ભેદ છે સર્વવરિત અને દેશિવરતિ બ્રહ્મચર્યવ્રત. સર્વવિરતિ બ્રહ્મચર્યવ્રત જેમાં આજીવન મૈથુનથી નિવૃત્ત થવું પડે છે. બધા પ્રકારના કામભોગો ન ભોગવવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તેને સર્વવિરતિ બ્રહ્મચર્ય કહે છે. સર્વવિરતિ બ્રહ્મચર્યને નૈષ્ઠિક બ્રહ્મચર્ય નામ આપેલ છે. સર્વવિરતિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કોણ કરી શકે !
તે માટે આચાર્યજી કહે છે
शक्यं ब्रह्मव्रतं घोरं शूरश्व न तु कातरैः । करिपर्याणमुद्पोढुं करिभिर्नतु सः ॥
બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું શૂરાઓ માટે જ શક્ય છે. કાયરો માટે નહિ જેમકે, હાથીની અંબાડી હાથી જ ઉપાડી શકે છે ગધેડો નહિ. સર્વવિરતિનું પાલન સાધુ-સાધ્વી કરે છે. જેમણે સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ સ્વીકાર્યો છે.
દેશવિરતિ બ્રહ્મચર્યવ્રત - આ વ્રતની આરાધના ગૃહસ્થ કરે છે. જે સંસારમાં રહેલા છે. શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા છે. દેશવિરતિ એટલે આંશિક રીતે પાળવાનું હોય છે. જેમાં છૂટછાટ રહેલી છે જેની પૂર્ણરૂપે પાળવાની હજુ તૈયા૨ી નથી.
આવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે એ પણ એક મહત્ત્વનું તપ છે.
૫૭૦