Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 608
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ બદલાઈ જશે. આ ત્રણે ખરાબ વિષયોમાં દોડે નહિ. ખરાબ વિષયની ઇચ્છા ન કરે અને સુખની લાલસાથી તેને ન ભોગવે તે જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનું તેજ જેમ જેમ વધતું જશે તેમ તેમ આ ત્રણે સેવક બની જશે. સર્વ રીતે શરણું સ્વીકારીને દાસ બની જશે. ગાંધીજી બ્રહ્મચર્યના અર્થમાં લખ્યું છે કે... બધી ઇન્દ્રિયોના પૂર્વ વિકારો પર પૂર્ણ અધિકાર કરી લેવો તે બ્રહ્મચર્ય છે. બધી ઇન્દ્રિયોને તન, મન અને વચનથી દરેક સમય અને ક્ષેત્રમાં સંયમિત રહે તેને બ્રહ્મચર્ય' કહે છે. બ્રહ્મચર્યના ભેદ બ્રહ્મચર્યના ત્રણ ભેદ છે. (૧) માનસિક બ્રહ્મચર્ય (૨) વાચિક બ્રહ્મચર્ય (૩) શારીરિક બ્રહ્મચર્ય कायेन मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुन त्यागो, ब्रह्मचर्य प्रयक्षते ॥ શરીર, મન અને વચનથી બધી અવસ્થાઓમાં હંમેશા વિષયોનો ત્યાગ કરવો, અબ્રહ્મચર્યની ભાવના ન થવી. અબ્રહ્મ ત્યાગવા યોગ્ય જ છે અને બ્રહ્મચર્ય સેવવા યોગ્ય જ છે. આમ મન, વચન અને કાયાને સમ્યફ બનાવવા તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીર અને ધર્મનો સંબંધ આત્માનું ધ્યેય સંસારના જન્મ મરણથી છૂટીને, મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. શરીરની મદદ હોય તો આત્મા આ ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. શરીર વિના ધર્મ થઈ શક્તો નથી અને ધર્મ વિના આત્મા ઉપર કરેલ ધ્યેયને પામી શકતો નથી કાવ્યગ્રંથોમાં કહ્યું છે કે શરીરમાં રવા ધર્મસાધનમ્ II 2 શરીર જ બધા ધર્મોનું પ્રથમ અને ઉત્તમ સાધન છે. धर्मार्थ काममोक्षाणामारोग्यं मूलमुत्तमम् । ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ સાધન આરોગ્ય જ છે. मृत्युव्याधिः जरा नाशि पीयूषपरमौषधम् ।। 1 । 1. પ્રશ્નવ્યાકરણ સૂત્ર 2. વૈદિકગ્રન્થ

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626