________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
પાયે મેમાહંસુ ! (સૂયગડાંગ સૂત્ર ૧-૮-૩) પ્રમાદ એ કર્મ બંધનનું કારણ છે. એટલા માટે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જે સાધક ગૃહસ્થ હોય કે મુનિ હોય લબ્ધિનો પ્રયોગ કરે એટલે કે પ્રમાદ સેવન કરે અને કર્યા પછી તેની આલોચના ન કરે અને કાળધર્મ પામી જાય તો તે ધર્મઆરાધનાથી તેનું પતન થઈ જાય છે.
નલ્થિ તલ્સ સારદા (ભગવતી સૂત્ર ૨૦૦૯) તે વિરાધક બની જાય છે.
લબ્ધિ ફોરવવી એ પ્રમાદ શા માટે છે? એનો ખ્યાલ એ છે કે આ એક પ્રકારની ઉત્સુકતા, કુતૂહલતા, પ્રદર્શન, યશ અને પ્રતિષ્ઠાની ભાવનાનું પરિણામ છે. જેના કારણે રાગ-દ્વેષ થાય છે. જે કર્મ બંધનનું કારણ બની જાય છે. ચમત્કાર નહીં, સદાચારનું મહત્ત્વ :
ભગવાન મહાવીરે સદાચારને મહત્ત્વ આપ્યું છે. ચમત્કારને નહીં. શુદ્ધ ચારિત્ર, નિસ્પૃહભાવના અને વીતરાગ સાધનામાં તેમનો વિશ્વાસ હતો. પોતાના શિષ્યોને પણ સદા આજ ઉપદેશ આપતા હતા. ગૌતમબુદ્ધ પણ લબ્ધિને ત્યાજ્ય માનતા હતા. એમના સંઘમાં પણ ભિક્ષુ મોહ ગણ્યાયન મહાન લબ્ધિધારી ગણાતા હતા. I 4 / એ જયારે પ્રયોગ કરતા ત્યારે ગૌતમ બુદ્ધ એમને અટકાવતા હતા. એક વખતની વાત છે. રાજાએ જ્યારે રત્નજડીત કટોરો ઊંચે મૂક્યો કોઈ પણ સહારા વગર ઉતારવાની વાત કરી ત્યારે કાગય નામના ભિક્ષુએ લબ્ધિ દ્વારા કટોરો નીચે ઉતાર્યો ત્યારે પણ ગૌતમબુદ્ધ એમને સમજાવ્યા હતા. 13
લબ્ધિનો ઉપયોગ એ સર્વથા નિષેધ છે કે પછી કોઈ પરિસ્થિતિમાં અનુમતિ છે. એનો આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ આપ્યો છે.
एगंतेण निसेत्रे जोगेसु न विसिओ वाडबि ।। તિગં પપ્પ નિલેરો, હોન્ન વિદી વાળા ને | બૃહકલ્પ ભાષ્ય ૪૯૪૩
4. સંયુક્ત નિકાય મહાવચ્ચ રિદ્ધિપાદ 5. CARV's GOSPEL OF BUDDHA pp. 99-101 1. બૃહકલ્પ ભાષ્ય ૪૯૪૩