________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
સમાધિ કર્યો છે. બૌદ્ધ વિચારકો ઇશ્વર અને નિત્ય આત્માનો સ્વીકાર નથી કરતા છતાં પણ દુઃખથી નિવૃત્તિ અને નિર્વાણ-લાભ એમનું પ્રયોજન છે. I 5
જૈનદર્શન અનુસાર શરીર, વાણી તથા મનથી કર્મનો વિરોધ કરવો તે સંવર છે. . 6 યોગ સમસ્ત સ્વાભાવિક આત્મશક્તિઓની પૂર્ણ વિકાસની ક્રિયા અર્થાત્ આત્મોનમુખી ચેષ્ટા છે. એના દ્વારા ભાવના, ધ્યાન, સમતાનો વિકાસ થઈને કર્મપ્રન્થિઓનો નાશ થાય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન ગ્રંન્થોમાં યોગ સમાધિ અને ધ્યાન (તપ) મોટે ભાગે સમાનર્થક છે. યોગનો સ્ત્રોત અને વિકાસ
યોગ શબ્દ ઋગ્વદમાં મળે છે. અહીં યોગ શબ્દનો અર્થ જોડવું થાય છે. બ્રાહ્મણ ગ્રન્થોમાં તપની શક્તિ તથા મહિમાં સૂચક “તપ” શબ્દનો નિર્દોષ પ્રાપ્ત થાય છે. 1. તેથી સંભવ છે કે તપ શબ્દ યોગને જ પર્યાયવાચી છે.
મહાભારત તથા શ્રીમદ ભાગવદ્ગીતામાં યોગના વિભિન્ન અંગોનું વિવેચન છે. ત્યાં સુધી કે ગીતાના અઢાર અધ્યાયમાં અઢાર પ્રકારના યોગનું વર્ણન છે. જેમાં અનેક પ્રકારની સાધના બતાવવામાં આવી. ભાગવત 1 2 I તથા સ્કન્દપુરાણ I 3 માં કેટલાયે સ્થળો પર યોગની ચર્ચા કરવામાં આવી છે. ભાગવત પુરાણમાં આષ્ટાંગ યોગનો મહિમા તેની વ્યાખ્યા તથા અનેક લબ્ધિઓનું વિવેચન જોવા મળે છે. યોગ વશિષ્ટના છ પ્રકરણોમાં યોગના વિભિન્ન સંદર્ભોની વિસ્તૃત વ્યાખ્યા બતાવી છે.
સમધ વિશેષાસ્થતિમ્ | 4I ન્યાયદર્શનમાં પણ યોગને યથોચિત સ્થાન મળેલું છે. તન્નયોગના અર્તગત હઠયોગ-સિદ્ધાનતા 5 ની સ્થાપના કરતા આદીનાથે યોગની ક્રિયાઓ દ્વારા શરીરના અંગોપાંગ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું તથા મનની સ્થિરતા પ્રાપ્ત કરવાનું રહસ્ય બતાવ્યું છે.
1. શતપથ બ્રાહ્મણ – ૧૪૮/૧૧ 2. ભાગવત પુરાણ – ૩/૨૮, ૧૧/૧૫, ૧૯-૨૦ 3. સ્કન્દપુરાણ - ભા-૧, આ. ૨૫ 4. ન્યાયદર્શન - ૪/૨/૩૬ 5. હઠયોગ સિદ્ધાંત