________________
તપશ્ચર્યા
ભિક્ષુણીઓને સાંજના સમયે ભોજનનો ત્યાગ કરવાની વાત બતાવી છે. માળા વિગેરે ધારણ નહિ કરવાની સંગીતથી દૂર રહેવાનું. સોનું તથા ચાંદીનો ત્યાગ કરવાનો, સુંવાળી શૈયાનો પણ ત્યાગ કરવાનું બતાવ્યું છે.
પ્રકરણ
આ પ્રકારે સંયમપૂર્ણ આચાર-વિચારની અનિવાર્યતા બતાવતા બુદ્ધે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનું વિધાન કર્યું છે જે યોગના જ સ્રોત છે. બુદ્ધ ભગવાને બોધિ પ્રાપ્તિ માટે જે જે ઉપાયો બતાવ્યા છે તે નિશ્ચયથી આધ્યાત્મિક યોગ માર્ગના સાધનો છે.
જૈનયોગ
4. ઋગ્વેદ - ૧૦/૧૩૬/૨
5. ભારતીય સંસ્કૃતિમાં જૈનધર્મનું યોગદાન, પૃ.૧૩
-
ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિથી નિવૃત્તિપરક વિચારધારાનું પોતાનું મૂલ્ય તથા મહત્ત્વ છે. નિવૃત્તિ જૈનધર્મનું પ્રાણતત્ત્વ છે. આત્મિક અથવા આધ્યાત્મિક વિકાસ માટે નિવૃત્તિ પર વિશેષ બળ આપવામાં આવ્યું છે અને એના માટે યોગ જરૂરી છે. આ કારણે જ જૈન સંસ્કૃતિ આચાર-વિચાર સાથે તપોમૂલક પ્રવૃત્તિને લઈને પોતાની વિશિષ્ટતાને સુરક્ષિત રાખી શકે છે. ઋગ્વેદ । 4 Iમાં વાતરશના મુનિના સંબંધમાં બતાવ્યું છે કે અતીન્દ્રિર્યાદર્શી વાત૨શના મુનિ મળને ધારણ કરતા ત્યારે પિંગલવર્ણમાં જોવા મળે છે. જ્યારે તેઓ વાયુની ગતિને પ્રાણોપાસના દ્વારા ધારણ કરી લે છે. એટલે કે રોકી લે છે ત્યારે તે પોતાના તપની મહિમાથી દીપ્ત થઈને દેવતાસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. । 5 । તેથી નિશ્ચિત રૂપથી કહી શકાય કે તપ અર્થાત્ યોગની પરંપરા જૈન સંસ્કૃતિમાં પ્રારંભથી જ હતી. ઉપનિષદોમાં તાપસ અને શ્રમણને એક માનવામાં આવે છે. । 1 । આના ઉપરથી સ્પષ્ટ થાય છે શ્રમણોની તપસ્યા અને યોગની સાધના એકદમ જૂની છે અને આધ્યાત્મિક વિકાસ માટે અનિવાર્ય છે. મોહેંજોડદો। 2 ।થી પ્રાપ્ત કાયોત્સર્ગ મુદ્રાથી મૂર્તિ તથા પટના નજીક લોહાનીપુરથી પ્રાપ્ત કાયોત્સર્ગ મૂર્તિથી આ વાતની પુષ્ટિ થાય
9.131
1. बृहदारण्यणी उपनिषद्
૪/૨/૨૨
2. જૈન સાહિત્ય ા બૃહદ્ર તિહાસ મા-૧, (પ્રસ્તાવના) પૃ. ૨૨
3. Modern Review, August 1932, PP. 155-56
૬
જૈન પરંપરામાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. એ જ્યારે ધ્યાન, તપ, સમાધિ તરફ એકરૂપ બને છે ત્યારે તે સંવર બની જાય છે જે યોગની જ પ્રક્રિયા છે.
-
૫૫૦.