________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
પોષવાની નથી પણ શોષવાની કરીએ છીએ. એના માટે એત્વભાવનાની વાત બતાવી છે. એકત્વ એટલે હું એકલો આવ્યો છું અને એકલો જવાનું છે. આ શરીર પણ મારુ નથી. આ પરિવાર પણ મારો નથી. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન છું. આ શરીર પણ મારુ નથી આ ભાવના જ્યારે દઢ બની જાય છે ત્યારે કાયકલેશ આકરો નહી લાગે. સહન કરવાની શક્તિ આપોઆપ પ્રાપ્ત થઈ જશે. દેહાધ્યાસ છૂટી જતા શરીર અને આત્મા બન્ને ભિન્ન છે. એનો અનુભવ થશે. સમ્યક્દર્શન નિર્મળ બની જશે. મોક્ષમાં જવાની અંતરાયો દૂર થઈ જશે. આમ સંસાર ભાવના દ્વારા કાયકલેશ ઉપર વિજય મેળવી શકાય છે.
લાભ – માનસિક શાંતિ, કર્તાભાવ દૂર થતા અકતૃત્વભાવની પ્રાપ્તિ (૫) રસ પરિત્યાગ- સંસારવૃદ્ધિ કરાવનાર રસનો ત્યાગ કરવાનો છે.
ચિંતન – પાંચ ઇન્દ્રિયના વિષયો રસલંપટ બનાવે છે અને પાપને આમંત્રણ આપે છે. જન્મ મરણના ચક્કરને વધારે છે. માટે જ્ઞાનીઓએ કરુણા કરીને અન્યત્વ ભાવનાની વાત બતાવી છે. અન્યત્ય એટલે બધાને આંગળીથી નખ જેમ વેગળા છે તેમ અન્યત્વ ભાવનાને વિચારવાની છે. મારુ મારુ કરીને ખુબ ગુમાવ્યું, હાથમાં કાંઈ જ ન આવ્યું. જે સારા રસો પ્રાપ્ત કરાવો. એવા પદાર્થોનું તુ તારા માની રહ્યો છે, પણ એ તારા છે જ નહીં, એ કોઈ ના થયા નથી અને થવાના પણ નથી. તું આ સહુથી નિરાળો છે. આસન - વજાસનમાં બેસવું, બન્ને પગ પાછળ તરફ વાળીને બેસવું. લાભ – શરીર નિરોગીતા, માનસિક સંતુલન, તૃપ્તપણાનો સ્વાનુભવ (૬) ઈંદ્રિય પડસલીનતા- પાંચ ઇન્દ્રિયોને દોડાદોડી ન કરાવવી. એને મર્યાદામાં રાખવી.
આસન – ગોદોહાસન - ઉબડક બેસીને જેમ ગાયને દોહવામાં આવે છે તેવું આસન | ચિંતન-આ ઇન્દ્રિયોના વિષયોમાં અનેક આત્માઓ ફસાયા છે. ભલભલા લાલચમાં આવી ગયા છે. ઇન્દ્રિયોએ આત્માને ગુલામ બનાવી દીધા છે. આ ગુલામીમાંથી મુક્ત કરવા અશુચિ ભાવના ભાવવાની છે. આ શરીર અસુચિમય છે. એટલે કે ઇન્દ્રિયો અશુચિ છે. ચામડીનું પડ હોવાથી જ સારી લાગે છે. જો આ પડ હટી જાય તો પાંચ ઇન્દ્રિયોનો ખ્યાલ આવી જાય છે. આ ઇન્દ્રિયોને ગમે તેટલું સારુ આપો પણ એ સારી વસ્તુને પણ બગાડી નાંખે છે. માટે એમાં અશુચિના દર્શન કરવાના છે.
જેમણે જેમણે ઇન્દ્રિયોને ગોપવી છે એ આત્માઓનું કલ્યાણ થયું છે. આ ઇન્દ્રિયોને કર્મેન્દ્રિય નહીં પણ જ્ઞાનેન્દ્રિય બનાવીને આગળ વધવાનું છે. આમ અશુચિ ભાવના દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો છે. લાભતાણમાંથી મુક્તિ, સંવેગ, વૈરાગ્યની પ્રાપ્તિ, તૃષ્ણામાંથી છૂટકારો વિગેરે... (૭) પ્રાયશ્ચિત – લાગેલા દોષોનું આલોચન કરી પ્રાયશ્ચિત કરવાનું છે.
- (૫)