Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 600
________________ તપશ્ચર્યા પ્રકરણ – ૬ નથી. આ શરીરમાં ઠાંસી ઠાંસીને જ આહાર ભરવામાં આવે છે. પણ એ શરણરૂપ નથી. જે આહાર ભરવામાં આવે છે પણ એ શરણરૂપ નથી. જે આહાર ઉપર મમત્વભાવ કરીને શરીરરૂપ કોઠીમાં ભરવામાં આવે છે પણ એ આહાર શરણ રૂપ નથી. આ શરીર પાસેથી જ્યારે પણ માંગણી આવી ને એને ભરવાનો પ્રયત્ન કર્યો એટલું બધુ ભરી દીધું કે બસ હવે જગ્યા નથી. પરંતુ પાંચ કે છ કલાક થયા ને પેટ ખાલી થઈ ગયું. એટલે કે આહાર શરણ રૂપ નથી. ઉણોદરી જ આગળ જતા શરણરૂપ બને છે. એક-બે કોળીયાના ત્યાગના સંસ્કાર પડતા આગળ જતા એ જ અનશન તરફ લઈ જાય છે. ઉણોદરી પ્રમાદને તોડે છે ને પરમાત્મા સાથેનો નાતો જોડે છે. ઉણોદરીથી મમત્વભાવમાં પણ ઘટાડો થાય છે. લાભ-ઉણોદરથી શરીર હળવું રહે છે. શરીરનું વજન પણ વધતું નથી. બી.પી., ડાયાબીટીશ નિયંત્રણમાં રહે છે. શરીરની સ્કૂર્તિમાં વધારો થાય છે. (૩) વૃત્તિસંક્ષેપ- દ્રવ્યની, પદાર્થની મર્યાદા કરવી, ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. આસન - શરીરને શિથીલ કરીને શબાશન કરવું. મનને શાંત રાખવું, હું મારામાં લીન થાઉં છું આવો વિચાર કરવો. ચિંતન-વૃત્તિઓ વમળ પેદા કરે છે અને આત્મા તેમાં જોલા ખાય છે માટે વૃત્તિ, ઇન્દ્રિયોને હોમવાની વાત બતાવી છે. વૃત્તિમાં પ્રવૃત્તિ નહી પણ નિવૃત્તિ રાખવાની છે. આ વૃત્તિઓ વીતરાગતામાં બાધકરૂપ બને છે. માટે જ જ્ઞાનીઓએ આ વૃત્તિને નિયંત્રણ કરવા માટે સંસાર ભાવના બતાવી છે. આ ચારગતીરૂપ સંસારમાં જીવે ખુબ પરિભ્રમણ કર્યું છે. વૃત્તિઓ ચારેબાજુ દોડ્યા કરે છે. આ વૃત્તિના કારણે દરેક સ્થળે, દરેક યોગીમાં, દરેક કુળમાં જવું પડ્યું પણ હજુ તૃપ્ત ન થયો માટે આ સંસારની ઓળખાણ કરવા માટે જ સંસાર ભાવનાનું ચિંતન કરાવાનું છે. અને વૃત્તિઓથી પાછા ફરવાનું છે. લાભ- સંતોષગુણની પ્રાપ્તિ થાય છે. તનાવ ન રહેતા બી.પી., ડાયાબીટીશ નિયંત્રણમાં રહે છે. તૃપ્ત થઈ જવાથી સ્થિર બની જાય છે. (૪) કાયકલેશ- આ કાયાને કસવાની છે જે દુઃખ ઉદયમાં અને તેને સહન કરવાના છે. જે આપત્તિઓ આવે છે. તેને આવકારવાની છે. આસન-શબાસન શરીરના પ્રત્યેક અંગને શિથીલ કરી દો, આંખો બંધ. નિશ્ચેતન થઈને પડ્યા રહેવું. ચિંતન – આ કાયાને પોષીને આપણે આપણુ અહિત જ કર્યું છે. આ શરીરના રોગને કારણે જરાપણ એને દુઃખ આવવા દીધું નથી અને આવે તો એનો રસ્તો કાઢવા દોડાદોડી કરીએ છીએ. આ કાયાને -૧૫૭)

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626