________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ભાવના એક તપ
” કાંટાને કાઢવા માટે જેમને કાંટાની જરૂર પડે છે તેમ ચિત્તને વાસનાઓથી મુક્ત કરવા સાધકનું લક્ષ્ય હોય છે. અનાદિકાળના વાસનાઓના સંસ્કારો એકસાથે નહી નીકળે. તેનો નાશ કરવા માટે બીજી નવી વાસનાઓ ઉત્પન્ન કરવી પડશે. આ નવી વાસનાઓ પર્યાયપરક હોય છે. એટલા માટે એમનો અસનો સંબંધિત વાસનાઓ પર સંયમરૂપી દબાવ પડે છે. અને એના નિયંત્રણમાં આવી જાય છે.
વાસનાનું બીજુ નામ છે. ભાવના, શાસ્ત્રીયજ્ઞાન કે શબ્દજ્ઞાનનો જે સહારો લેવામાં આવે છે તે વાસના છે. એને ભાવના, જપ, ધારણા, સંસ્કાર અનુપ્રેક્ષા વિગેરે કહેવામાં આવે છે.
જૈન સાધના પદ્ધતિમાં “ભાવના યોગ” શબ્દનો વ્યવહાર થયો છે. ભાવનાથી મન, આત્મા સત્યથી યુક્ત થાય છે. એટલા માટે આ યોગ છે. ભાવનામાં જ્ઞાન અને અભ્યાસ બન્નેને અવકાશ છે.
ભાવનાનો અર્થ છે સવિષય ધ્યાન. જ્યારે મનમાં કોઈ વિષય છે. પોતે કોઈ ધ્યેય નક્કી કર્યું છે અને અવિષમ ધ્યાન કરો છે તે ભાવના છે. જે વસ્તુ પ્રત્યે તન્મયતા કે એકાગ્રતા થઈ જવાય તે ભાવના છે. ભાવના નૌકા છે. ભગવાન મહાવીરે કહ્યું છે જેનો આત્મા ભાવનાયોગથી વિશુદ્ધ થયો છે તો પાણીમાં નૌકા સમાન છે. પ્રત્યેક કોશીકામાં જ્ઞાન કેન્દ્ર છે. પ્રત્યેક કોશીકામાં પ્રકાશકેન્દ્ર છે. વિમાળીનું કારખાનું છે. તે કોશીકાઓ પોતાની રીતે કામ કરે છે. તેને બદલવાની છે તેને નવો જન્મ આપવાનો છે. તેને નવો રસ્તો આપવાનો છે. તો તમારે પોતાની ભાવનાને ત્યાં સુધી પહોંચાડવી પડશે. જ્યાં સુધી આપણી આદતો નહી બદલે ત્યાં સુધી આપણે નખી બદલી શકતા.
ભાવના મનને ધોવાનું મોટું સાધન છે. એક જ વાતને વારંવાર યાદ કરતા રહેવાનું એની પુનરક્તિ કરતા જાઓ આમ કરતા કરતા એક ક્ષણ એવી આવશે કે જૂના વિચાર છૂટી જાય છે અને નવા વિચારો ચિત્તમાં જન્મે છે.
ભાવના ૧૨ પ્રકારની બતાવી છે જે ભાવનાનું ચિંતન મનન કરવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. આત્માની શુદ્ધિ થાય છે. આ ભાવનાઓ જેમણે પણ ભાવિ તે બધા જ ભવનો અંત આવી ગયો છે. આવી ભાવનાઓનું ચિંતન-મનન કરવું, વૈરાગ્યભાવમાં રમણતા કરવી તે પણ એક પ્રકારનું તપ છે. તપમાં પણ બાર પ્રકાર બતાવ્યા છે અને ભાવના પણ ૧૨ પ્રકારની બતાવી છે. આ બન્નેનું મિશ્રણ કરવાથી એક નવા જ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે. જે નવી દિશા તરફનું દર્શન કરાવે છે. જેનાથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ભાવના સાથે છ બાહ્યતાની વાત કરીશું.
(૧) અનશન - જેમાં આહાર ત્યાગ કરવાની વાત આવે છે. એક ટંક, એક દિવસ કે વધારે દિવસના આહાર ત્યાગ કરી અનશન કરવામાં આવે છે. એ અનશનની પુષ્ટિ કરવા માટે ભાવનાનો
- ૫)