________________
તપશ્ચર્યા
પ્રકરણ
વાર નહિ લાગે માટે નિર્જરાભાવનાનો લાભ લઈ વૈયાવચ્ચની આરાધના વિશેષ રૂપે કરવાની છે.
લાભ – દુગંચ્છાથી મુક્તિ, આત્મવત ભાવ, મમત્વનું વિસર્જન, સમત્વનું સર્જન (૧૦) સજ્જાય – સજ્જાય એટલે સ્વાધ્યાય કરવો. આત્માનું અધ્યયન કરવું.
૫૬૦.
–
૬
આસન – સુખાસનમાં બેઠાબેઠાં કે ઉભા ઉભા, જ્ઞાનમુદ્રા સાધન છે જે જ્ઞાન શિખ્યા છીએ તેને ફેરવવાનું આ એની સામાન્ય વ્યાખ્યા થઈ અને સ્વનું અધ્યયન કરવું એટલે કે આત્માનું ચિંતન કરવું, આત્માનો સંગત કરવો, વિભાવમાંથી નીકળીને સ્વભાવમાં આવવું તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે સમ્યક્ત્તાનની પ્રાપ્તિ, શુભધ્યાનમાં સમયનો સદ્ઉપયોગ કરવો. સ્વાધ્યાયને વધારવા માટે બોધિદુર્લભ ભાવના બતાવી છે. જે વસ્તુની પ્રાપ્તિ થવી દુર્લભ છે. બોધિ એટલે સમ્યક્ દર્શન બધુ જ પ્રાપ્ત થાય પણ જ્યાં સુધી સમ્યક્દર્શનની પ્રાપ્તિ નહી થાય ત્યાં સુધી બધુ કાચું છે એ મળ્યું એટલું બધુ જ મળી ગયું અને એ છે તો આની કિંમત છે. મીંડા ગમે તેટલા લખવામાં આવે પણ આગળ એકડો ન આવે તો એ મીંડાની કોઈ જ કિંમત નથી. બોદુિર્લભ ભાવના દ્વારા વધુ ને વધુ સ્વની નજીક જઈ સ્વાધ્યાય કરીએ. આમ બોધિ દુર્લભ ભાવના આપણા માટે ખુબ જ ઉપયોગી છે.
લાભ – જ્ઞાનની પ્રાપ્તિ, પ્રસન્નતા, અપ્રમતભાવ.
ધ્યાન – ધ્યાન એટલે ચિંતન-મનન કરવું.
આસન – પદ્માસન, અર્ધ પદ્માસન કે સુખાસન ધ્યાનમુદ્રા વીતરાગ મુદ્રા.
ચિંતન – સ્વનું ચિંતન કરવું એટલે કે પરભવથી મુક્ત થયું. આત્માની પર્યાયોને જોયા કરવી અને એ જોતા જોતા જાગૃતદશા કેળવવી જેનાથી પરમા ગયો હોય તો ફરી સ્વમાં આવી જાય. ધ્યાન એટલે સર્વજક પદાર્થોની મુક્ત થવા માટેની અમુલ્ય સાધના અને એ સાધનામાં વેગ લાવવા માટે લોકભાવનાની વાત બતાવી છે. લોકમાં રહેલા દ્રવ્યોનું ચિંતન કરવું આ લોકમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં મારો આત્મા ગયોન હોય, એકપણ એવા પદાર્થોની નથી કે જે મેં ભોગવ્યા ન હોય અને આ પદાર્થો એકવાર નહિ પણ અનંતિવાર ભોગવ્યા છે. આમ લોકનો વિચાર કરી જડપદાર્થોથી મુક્ત થઈ ચેતનતત્ત્વ તરફ આગળ વધવાનું છે. જે લોક ભાવના દ્વારા ખુબ જ સરળ બની જાય છે.
લાભ – - આત્મ સંતોષ, વીતરાગતા ૨. સમત્વની પ્રાપ્તિ.
(૧૨) કાયોત્સર્ગ – કાયાને ગોપવાવી જે ઉપયોગો, દુઃખો આવે છે તેનો જ સર્વ મોઢે સ્વીકાર કરવો. આસન – શબાસન, સુખાસન