________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ગીતાના છઠ્ઠા અધ્યયના ૧૦ થી ૨૬ સુધીના શ્લોકમાં મનની એકાગ્રતાનો સાધનાસ્વરૂપ રાજયોગ છે. અન્તઃકરણની વૃત્તિને શાન્ત રાખી તથા સંયમિત થઈ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને મનને સંયમિત કરી પોતાના મુક્ત કરવું તે ધ્યાનયોગ છે. આવા પરમનિર્વાણ શાન્ત સ્વરૂપને પ્રાપ્ત યોગી જ યોગી છે. I 2 !
અહીં પ્રત્યેક યોગનું પોતાનું એક ભાવનાત્મક લક્ષણ છે. જે એના લક્ષ્યના નિર્દેશક પણ છે. I 3. જેમ કર્મયોગનું નિશ્ચિત લક્ષ્ય લોકસંગ્રહ એટલે કે બધા લોકોનું કલ્યાણ છે. જ્ઞાનયોગનું લક્ષ્ય “વાસુદેવ સર્વતિ” જ્ઞાન છે. સાંખ્યયોગનું લક્ષ્ય છે. બ્રાહિમા સ્થિતિ છે. રાજયોગ તથા ધ્યાનયોગનું લક્ષ્ય છે બ્રહ્મસંસ્મર્શરુપ અક્ષય સુખની પ્રાપ્તિ છે. વિશ્વરૂપદર્શનયોગનું લક્ષ્ય ભગવાનના વિશ્વસ્વરૂપ દર્શન છે અને ભક્તિયોગનું લક્ષ્ય ભગવાનના પ્રિય થવું. હઠયોગ
હઠયોગની ચર્ચા યોગતત્વોપનિષદ્ તથા શાહિલ્યોપનિષદૂમાં છે. હઠયોગનો અર્થ છે ચંદ્ર, સૂર્ય, ઇડા-પિંગલા, પ્રાણ-અપાનનું મિલન અર્થાત્ હ એટલે સૂર્ય અને ઠ એટલે ચન્દ્ર એટલે સૂર્ય-ચંદ્રનો સંયોગ | 4.
હયોગનો ઉદ્દેશ શારીરિક તથા માનસિક ઉન્નતિનો છે. કારણકે શરીરની સુદઢતા અને સ્વસ્થતાથી જ ઇચ્છાઓ પર નિયંત્રણ થાય છે. આનાથી મન શાન્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. જે યોગ આરાધના માટે જરૂરી છે. હઠયોગના સાત અંગ પ્રમુખ છે.
षट्कर्मणा शोधनं च आसनेन भवेदृढम् ।। 5 । मुद्रया स्थिरता चैव प्रत्यहारेण धीरता । प्राणायामल्लाधवं च ध्यानात्प्रत्यक्षमात्मानि । समाधिना निर्लिप्तश्च मुक्तिश्य न संशय : ।
1. ગીતા - ૨-૪૭ 2. ગીતા - ૨-૪૮ 3. ગીતા - ૨-૭૨ 4. હઠયોગપ્રદીપિકા ૩/૧૫ 5. છેરણ્યસંહિતા - ૧/૧૦/૧૧