________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
આતાપના એક તપ
સાધક જે પદ્ધતિને પોતાની સાધનાનું ક્ષેત્ર બનાવી તેનાથી જે કાંઈ પ્રાપ્ત કરે છે તે યોગ છે. કોઈ સાધક પોતાની સુપ્ત શક્તિઓને બાહ્યતાના સહારે જગાડવાનું વિચારે છે અને આપના કઠોર તપ માટે પૃથ્વીતલ પર પોતાના ચરણને આગળ વધારે છે.
આતાપના યોગ તપોયોનો એક પ્રકાર છે. જેને કાયકલેશનો એક ઉપભેદ કહી શકાય છે. જ્યાં સુધી શરીરાશ્રિત શક્તિઓના જાગરણ તરફ તે પ્રાપ્ત શક્તિઓને ધારણ કરી રહેવાની વાત છે.
તાપ શીત પણ હોય અને ઉષ્ણ પણ. સાધક પોતાને ભયંકર ઠંડી અને ભયંકર ગરમીમાં સુકાયેલા પાંદડાની જેમ શરીરને છોડી દે છે.
આતાપનાના ત્રણ ભેદ છે. ઉત્કૃષ્ટ - ગરમ શીલા આદિ પર લેટીને તાપ લેવો. મધ્યમ - બેસીને તાપ લેવો. જધન્ય - ઉંધા લેટીને તાપ લેવો. ઉત્કૃષ્ટ આતાપના ત્રણ પ્રકારથી કરવામાં આવે છે. પૂર્ણ ઉત્કૃષ્ટ - છાતીના બળથી સૂઈને તાપ લેવો. પૂર્ણ મધ્યમ - ડાબે અથવા જમણે પાછળ લેટીને તાપ સહન કરવો. પૂર્ણ જધન્ય - પીઠના બળથી લેટીને તાપ સહન કરવો. મધ્યમ આતાપના ત્રણ પ્રકારથી લેવામાં આવે છે. મધ્યમ ઉત્કૃષ્ટ - પદ્માસનમાં બેસીને તાપ લેવાનો મધ્યમ- મધ્યમ - અર્ધ પદ્માસનમાં બેસીને તાપ લેવાનો. જધન્ય આતાપના ત્રણ પ્રકારથી લેવામાં આવે છે. જધન્ય ઉત્કૃષ્ટ – એક પગ ફેલાવીને તાપ લેવાનો. જધન્ય મધ્યમ – એક પગે ઊભા રહીને તાપ લેવાનો.
જધન્ય- જધન્ય – બન્ને પગની સમશ્રેણીમાં ઉભા રહીને તાપ લેવાનો. યોગ એટલે તપ
ભારતીય પરંપરામાં યોગ
(૧૪)