________________
તપશ્ચર્યા
પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આહાર શયન વસ્ર આદિનો ઉપયોગ નહી કરીશ. જિનકલ્પી પ્રતિમાં, એકલવિહાર પ્રતિમાં અને યથાલન્દક પ્રતિમાં, નિતિક્ષા અને સમતાપ્રધાન પ્રતિમાં આ પિરિધમાં છે. આ તપસ્યાની વિશેષતા ભેદવિજ્ઞાન અને અપ્રમત્ત ભાવદશા પર આપવામાં આવ્યું છે.
આગમોમાં નીચે આપેલી ચાર પ્રતિમાં બહુચર્ચિત છે.
=
(૧) શય્યા પ્રતિમાં — જેના પર મુમુક્ષુ શયન કરે છે તે શય્યા કહેવાય છે. શય્યા સંબંધિ જે વિશેષ અભિગ્રહ ધારણ કરે છે તે શય્યા પ્રતિમાં છે.
- હું અમુક પ્રકારના પાટ-પાટલા ગ્રહણ કરીશ
જો અમુક પ્રકારના પાટ-પાટલા સહજ રીતે મારી નજરમાં આવશે ત્યારે ગ્રહણ કરીશ.
જો પાટ-પાટલા શય્યતરના ઘરમાં હશે તો જ ગ્રહણ કરીશ.
જો તે અમુક પ્રકારના બન્યા હશે તો જ ગ્રહણ કરીશ.
(૨) વસ્ત્ર પ્રતિમાં વસ્ત્ર વિષેનો અભિગ્રહ
- હું અમુક પ્રકારનાં કપડા જ ગ્રહણ કરીશ.
જે સહજ રીતે મળશે તે જ ગ્રહણ કરીશ.
જે ગૃહસ્થે ઉત્તરિય વસ્ત્રરૂપમાં ધારણ કરેલું છે તેને હું ગ્રહણ કરીશ.
જે વસ્ત્ર જીર્ણ છે તેને હું ગ્રહણ કરીશ.
(૩) પાત્ર પ્રતિમાં
પાત્ર સંબંધી અભિગ્રહ કરવો.
- હું લાકડાના માટીના કે તુંબીના પાત્રા ગ્રહણ કરીશ.
- જે સહજતાથી મળશે તે ગ્રહણ કરીશ.
પ્રકરણ ૬
—
- જે નાંખી દેવા યોગ્ય કે છોડવા યોગ્ય હોય તેને હું ગ્રહણ કરીશ.
–
(૪) સ્થાન પ્રતિમાં – કાયોત્સર્ગ તથા સાધ્યાય આદિ માટે સ્થાનની ગણત્રી અભિગ્રહ કરવો.
-
આ પ્રમાણે પ્રતિમાઓ ગ્રહણ કરીને તપની આરાધના કરતા મન તથા ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લે છે. શરીર એ હું નથી પરંતુ આત્મા એ હું છું. એવો અનુભવ કરે છે.
૫૪૧