________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
કરી લે છે. સ્વ સિવાય તેની પાસે બીજું કાંઈ નથી બચતું, વિવેક વગર વિસર્જન નથી થતું. આત્મતત્વથી ભિન્ન જે આપણી પાસે છે તેનાથી પોતાની ભિન્નતા સ્થાપિત કરવી તે વિવેક પ્રતિમાં છે. જીવનની બધી જ ભૂતનું મૂળ કારણ અવિવેક છે. એમાંથી આત્મદોષ જન્મે છે અને વધે છે. વિવેક આ દોષોનો નાશ કરે છે. કારણકે વિવેક સંયમની ઉપજ નહી પરંતુ સંયમ જ વિવેકની ઉપજ છે. માટે વિવેકનો અભ્યાસ કરવાનો છે કારણ કે અધ્યાત્મનો પ્રવેશદ્વાર વિવેક છે.
અભ્યાસ વિવિધ – વિવેક પ્રતિમાંનો અભ્યાસ રાત્રે, દિવસે થોડા સમય માટે કે વધારે સમય માટે પણ કરી શકાય છે. કોઈ ધ્યાનાસન અથવા કાયોત્સર્ગ મુદ્રામાં બેસીને શ્વાસને સૂક્ષ્મ કરી પોતાની ભીતરમાં પ્રવેશ કરે અને જુએ કે આત્માની અંદર શું છે? જે છે તે આત્મતત્વ છે કે અનાત્મતત્વ છે. પર દ્રવ્યોથી સર્વથા ભિન્ન, સ્વતંત્ર અને અસંયુક્ત અનુભવ કરવો તે વિવેક પ્રતિમાં છે. આ પ્રતિમાંમાં સાધક તે અનુભવ કરે છે કે હું શરીર, શ્વાસ, ઇન્દ્રિય, મન, અંતઃકરણ, વાસના-શરીર તથા સૂક્ષ્મ શરીરથી ભિન્ન છે. આ ધારણાને સુદઢ બનાવવા માટે તે ધાતુ અને માટી, દહીં અને માખણ, મ્યાન અને તલવારની વચ્ચે રહેલી ભિન્નતાનો સ્પષ્ટ અનુભવ કરે છે. શ્વાસની સૂક્ષ્મતાનો અનુભવ કરતો થકો શ્વાસથી દૂર પડી જાય છે અને ક્રોધને જોતા થકો પણ ક્રોધથી ભિન્ન થઈ જાય છે. આ પ્રતિમાંના અભ્યાસથી દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જીવન અને જગત પ્રત્યે જે ધારણા હતી તે આખી બદલાઈ જાય છે. કાયોત્સર્ગ પ્રધાન પ્રતિમા
ઘણા આચાર્યોને એવો મત છે કે પ્રત્યેક પ્રતિમાના વહનકાળ દરમ્યાન ધ્યાન અને કાયોત્સર્ગ હોવું આવશ્યક છે.
ભગવાન મહાવીરે કાયોત્સર્ગને ધ્યાનની ભૂમિકામાં સ્વીકારી છે. તેઓ સ્વયં કલાકો અને કેટલાયે દિવસો સુધી અવિરામ આ પ્રતિમાનું વહન કરતા હતા. ઠાણાંગ સૂત્રમાં પ્રતિમાઓનું વર્ણન આ પ્રકારે છે.
(૧) ભદ્ર પ્રતિમાં – ચારે દિશાઓમાં એક એક પ્રહર સુધી કાયોત્સર્ગ કરવો (૨) સુભદ્રા પ્રતિમાં – આ પ્રતિમાં પણ ઉપર પ્રમાણે જ કરવામાં આવે છે. (૩) મહાભદ્રા પ્રતિમાં – આ પ્રતિમાં પણ ઉપર પ્રમાણે જ કરવામાં આવે છે. (૪) સર્વતો ભદ્રા – દશે દિશાઓમાં એક એક રાત-દિવસ સુધી કાયોત્સર્ગ કરવો. આ પ્રતિમાઓના વર્ણનથી એવું લાગે છે કે “નોભોમુદ્રા” અને થામ્ભવી મુદ્રાઓ પ્રાયઃ આની