________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
અન્ય યોગ ગ્રન્થોમાં બેસીને કરવાવાળા આસનો આ પ્રમાણે છે. (૧) સિદ્ધાસન (૨) સ્વસ્તિકાસન (૩) ભદ્રાસન (૪) હંસાસન (૫) ગરુડાસન (૬) બકાસન () ઉછુસન (૮) ઉત્કર્કાસન (૯) વીરાસન આદિ સૂતા કરી શકાય તેવા આસન.
સૂતા કરી શકાય તેવા આસન (૧) સવાસન - શરીરને શિથિલ રાખી સુવું. (૨) ઉત્તાનપાદ શયન - ચત્તા સુતા સુતા પગને આકાશ તરફ લઈ જવા. (૩) શલભાસન - ઉંધા સૂઈને પગને ઉંચા કરવા. (૪) ભુજંગાસન - સાપની જેમ શરીરના આગળના ભાગને ઉઠાવી ફેણની જેમ ધારણ કરી રાખવું. (૫) મયૂરાસન - મોરની જેમ બન્ને હાથ પર આખા શરીરને ધારણ કરી રાખવો. (૬) સર્વાગાસન - આખા શરીરને ઉપર ઉઠાવી સ્થિર કરવું.
આમ આ આસનો દ્વારા પણ તપને સાધી શકાય છે. પ્રતિમાં એક તપ ઉર્જા-સંપાદનમાં પ્રતિમાનું મહત્વ
પ્રતિમાં જૈન આધ્યાત્મિક સાધનાનો પારિભાષિક શબ્દ છે. આનો શાબ્દિક અર્થ પ્રતિબિંબ, પ્રતિજ્ઞા કે અભિગ્રહ. કોઈ મહાન ઉદેશ્યથી પ્રેરિત થઈને તે દિશામાં સંકલ્પબદ્ધ થવું તે પ્રતિમા છે. પ્રતિમાના પાંચ પ્રકાર બતાવ્યા છે.
(૧) ભેદવિજ્ઞાન પ્રતિમાં (૨) કાયોત્સર્ગપ્રધાન પ્રતિમાં (૩) તપોપ્રધાન પ્રતિમાં (૪) આહાર શુદ્ધિ પ્રધાન પ્રતિમાં
આ પ્રતિમાઓ આત્મગુણોની પ્રાપ્તિ માટે છે. કર્મ નિર્જરા કરવા માટે છે. દેહાધ્યાસને તોડવા માટે છે. સમ્યક્દર્શનને નિર્મળ કરી પ્રાપ્ત કરવા માટે છે. જેના દ્વારા મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ભેદવિજ્ઞાન પ્રધાન પ્રતિમા વિવેક પ્રતિમા – ભગવાને કહ્યું વિવેક અને વ્યત્સર્ગ પ્રતિમાનો અભ્યાસ કરવાવાળો સ્વયંને પ્રાપ્ત
૩)