________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
નથી એ ક્યારેય મારો થઈ શકતો નથી. મારો હોવાનો ભ્રમ હોઈ શકે છે. ભ્રાંતિ હોઈ શકે છે પરંતુ એ ભ્રાંતિ તૂટશે અને પીડા તથા દુઃખ જ મળશે અને આ ખોટું ધ્યાન નરકમાં લઈ જશે. એટલા માટે જ મહાવીરસ્વામીએ પહેલા જ ખોટા ધ્યાનની વાત કરી છે જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે ખોટા ધ્યાનમાં તો નથી ને ?
ખોટું ધ્યાન એટલે બહારની કોઈ પણ વસ્તુ પર એકાગ્ર બની જવું બીજા તરફ વહેતી ચેતના એ ખોટું ધ્યાન છે. આ પીડાથી બિલકુલ પાર થઈ જવું છે તો એ બીજાથી છૂટી જવું પડશે. એ સંબંધ જે બીજા સાથે છે એ તૂટી શકે છે. મહાવીરસ્વામીનો એ જ સંદેશો છે કે તૂટી શકે છે એ બગડી શકે છે. એટલા માટે બનાવવાની કોશિશ જ કરશો નહી. જે બનેલા નથી એને જાણીલો. જે તમારી ભીતર છે ક્યારેય બન્યો નથી એટલા એની તૂટી જવાની કે મટી જવાની કોઈ બીક નથી એ જ તમારો બની શકે છે એ જ શાશ્વત સંપદા છે.
મહાવીરસ્વામીએ શુભધ્યાનમાં અર્થ કર્યો છે સ્વભાવમાં અટકી જવુ. ધ્યાનનો અર્થ સ્વભાવ છે જે હું છું જેવો હું છું ત્યાં જ અટકી જવાનું. એમાં જ જીવવાનું. એની બહાર નહીં જવાનું. ધ્યાનને સામાયિક પણ કહેવામાં આવે છે. આત્માને સમય કહે છે અને સામાયિક એને કહે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આત્મામાં હોય છે ત્યારે એને સામાયિક કહે છે.
વૈજ્ઞાનિકો એક અદ્ભુત કામ કરી રહ્યા છે જો કામ બરાબર થઈ જશે મહાવીરસ્વામીનો આ શબ્દ સામાયિક પુનર્જીવિત થઈ જશે. આઈન્સટાઈને, પ્લાંકે અને છેલ્લા પચાસ વર્ષના વૈજ્ઞાનિકોએ એવો અનુભવ કર્યો છે કે આ જગતમાં જે સ્પેસ છે તે શ્રી ડાયનામેંશનલ છે. જે સ્થાન છે, અવકાશ છે, આકાશ છે એ ત્રણ પાંખોમાં વહેંચાયેલું છે. આપણે કોઈ પણ પદાર્થને જોઈએ છીએ એ ત્રણ પાંખોમાં જોઈએ છીએ. લંબાઈ છે, પહોળાઈ છે, ઉંચાઈ છે. એ ત્રણ છે. ત્રણ પાંખોમાં સ્થાન છે અને આ ત્રણેની સાથે સમય છે. મુશ્કેલી એ હતી કે આ સમયને આ ત્રણ પાંખો સાથે કેવી રીતે જોડી શકાય. કારણકે ક્યાંક ને ક્યાંક તો જોડાણ હોવું જ જોઈએ. સમય અને ક્ષેત્ર ક્યાંક તો જોડાયેલા હોવા જોઈએ અન્યથા આ જગતનું અસ્તિત્વ બની શકે નહીં એટલે આઇન્સટાઈને સમય અને ક્ષેત્ર વિશે અલગ અલગ વાત કરવાનું બંધ કરી દીધું અને એક શબ્દ બનાવ્યો “સ્પેસિયો-ટાઈમ” સમય જે છે તે સ્પેશની જ ચોથી પાંખ છે એ અલગ વસ્તુ નથી. આઇન્સટાઈનના મૃત્યુ બાદ આના પર કામ થયું અને જાણ્યું કે સમય પણ એક પ્રકારની ઊર્જા છે. સમય એક પ્રકારની શક્તિ છે અને હવે વૈજ્ઞાનિકો એવુ વિચારવા લાગ્યા છે કે મનુષ્યનું શરીર ત્રણ પાંખોનું બનેલું છે અને મનુષ્યનો આત્મા ચોથી પાંખનો બનેલો છે. આમ વૈજ્ઞાનિકોનું માનવું છે. ઘણી વખત વિજ્ઞાન જે અનુભૂતિયોને બહુ મોડે મોડે ઉપલબ્ધ કરી શકે છે પરંતુ રહસ્યમાં ડૂબેલા સંતો અને હજારો વર્ષો પહેલાં જ જોઈ લેતા હોય છે. હાલ આ કામ જોરથી ચાલી રહ્યું છે. નિરંતર એ વાતની નજીક પહોંચતા જાય છે કે સમય જ મનુષ્યની ચેતના છે. આને જો. આપણે આવી રીતે સમજીએ તો થોડો ખ્યાલ આવશે પછી આપણને ધ્યાનની જે ધારણા છે. મહાવીરના
૪૭૬