________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
આપણે જાણીએ છીએ અને જાણવાવાળો હોય છે જે જાણે છે. વિજ્ઞાનનો સંબંધ વિષય સાથે છે.
જેક્ટ સાથે કે વસ્તુ સાથે છે. જેને આપણે જાણીએ છીએ. ધર્મનો સંબંધ સર્જેક્ટિવ સાથે છે. જેનાથી આપણે જાણીએ છીએ, જે જાણે છે એને જાણવા સાથે છે. જ્ઞાતાને જાણવો એ ધર્મ છે અને શેયને જાણવો એ વિજ્ઞાન છે. શેય એટલે વિજ્ઞાનને તો આપણે ઘણું જાણું છે પરંતુ જ્ઞાતા એવા ધર્મને નથી જાણું...
વૈજ્ઞાનિક એવા આઇન્સટાઈન પણ એ જ વાત કહે છે જો મને બીજો જન્મ મળેતો સંત થવાની ઇચ્છા રાખું છું. ત્યારે બધાએ પૂછ્યું કેમ? જાણવા યોગ્ય તો હવે એક જ વાત જણાઈ રહી છે કે એ જાણી રહ્યો હતો એ કોણ છે? જેણે બહારનું ઘણુ બધુ જાણી લીધું છે પણ એ જાણકારીથી જાણવાવાળામાં કોઈ પરિવર્તન થયું નથી પરંતુ એક ભ્રમ પેદા થયો છે કે હું એ જાણવાવાળો છું. મહાવીસ્વામી એવા જાણવાવાળાને મિથ્યાજ્ઞાની કહે છે.
સ્વાધ્યાયનો અર્થ છે સ્વયંમાં ઉતરો અને અધ્યયન કરો. આખું આત્મજગત ભીતર છે. એને જાણો પરંતુ દિશઆને બદલવી પડશે એટલે સ્વાધ્યાયનું પહેલું સૂત્ર છે દિશા - દિશા બદલો એટલો દ્રષ્ટિ બદલાઈ જશે. દ્રષ્ટિ બદલાઈ જશે એટલે દશા બદલાઈ જશે અને દશા બદલાઈ જશે એટલે દર્શન બદલાઈ જશે. દર્શન બદલતા જ સ્વાધ્યાય શરૂ થઈ જશે. સ્વાધ્યાય કરતા જે ભીતર બેઠો છે, સાંભળી રહ્યો છે, જોઈ રહ્યો છે, અહીં હાજર છે. એની હાજરીનો અનુભવ કરો. જો આપનું ધ્યાન એ વાત પર જશે. આપ એવો અનુભવ કરશો ત્યારે સુખદ, સુંદર અને સત્યનો ખ્યાલ આવી જશે.
ગુજેફ આનો સેલ્ફ રિમેંબરિંગ કર્યું છે – સ્વયંનું સ્મરણ કરો. એવું કોઈ કામ થવા ન પામે, એવી કોઈ વાત થવા ન પામે, એવી કોઈ ઘટના ઘટવા ન પામે જેમાં મારી ભીતરી જે ચેતના છે તે વિસ્તૃત થઈ જાય. એની જાણ મને થતી રહે. દરેક કાર્યમાં સ્વયંને જાણો અને જુઓ. મારા જીવનનું કોઈ પણ કૃત્ય, કોઈ વિચાર, કોઈ ઘટના મારી અનુપસ્થિતિમાં ન થવી જોઈએ. હું હાજર રહું. કામ હોય તો હું હાજર રહું, કંઈ પણ હોય તો હું હાજર રહું. જે પણ થાય તે મારી હાજરીમાં થાય. એટલા માટે જ મહાવીરસ્વામી કહે છે કે હોંશપૂર્વક જીવો, અપ્રમાદથી જીવો, જાગતા રહીને જીવો, તો એનો મતલબ એટલો જ કે જાગતા જીવવામાં જે જે ખોટું હોય છે તે બધું પોતાની મેળે પડી જાય છે અને આ અનુભવ થશે સ્વાધ્યાયથી. ખોટું એટલા માટે થઈ રહ્યું હતું કે આપણે સૂતેલા હતા. ખોટું થવાનું બીજું કોઈ કારણ નથી, કારણ માત્ર એક જ છે કે આપણે સૂતેલા હતા. - સૂતેલા છીએ એટલે સંપૂર્ણ ધ્યાન બહારની બાજુ છે. એટલે ભીતરમાં અંધારું છે. ધ્યાન આવે છે તો અંદરથી જ પરંતુ ભીતર અંધારું છે કારણ કે ધ્યાન વસ્તુઓ તરફ હોય છો. સ્વાધ્યાય રૂપી રોશનીને ભીતર તરફ વાળી દો. ભીતર જોવાનું શરૂ કરી દો. જેમકે એક માણસ આવે છે અને ગાળ આપે છે.
(૪૭)
૪૭૪