________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૫
જેવી જ ઘટના ઘટશે. સાધકને લાગશે કે મટી ગયું, સમાપ્ત થઈ ગયું એ ક્ષણે શરીરને પકડી રાખવાની ભાવના ન ઊઠે એની જ સાધનાનું નામ કાયોત્સર્ગ છે. ધ્યાનની ક્ષણે જ્યારે મૃત્યુ જેવી પ્રતીતિ થવા લાગે ત્યારે શરીરને પકડવાની અભીપ્સા, આકાંક્ષા ન ઊઠે, શરીરનું છૂટતું જતું એ રૂપ સ્વીકૃત થઈ જાય. સહર્ષ શાંતિપૂર્વક, અહોભાવથી આ શરીરને વિદાય દેવાની ક્ષમતા આવી જાય એ તપનું નામ કાયોત્સર્ગ છે.
ધ્યાનમાં પૂર્વ તૈયારી થતા કાયોત્સર્ગમાં શરીર અને ચેતના છૂટાં થઈ જાય છે. વચ્ચેનો સેતુ તૂટી જાય છે. જેમ કોઈ પુલ તૂટી જાય અને નદીના બે કિનારા અલગ થઈ જાય એમ જ વિચાર અને વાસનાના છૂટા પડતા જ ચેતના અલગ અને શરીર પણ અલગ થઈ જાય છે.
કાયા પર દુખ આવે, પીડા આવે તો એનો સહજભાવથી સહી લેવાં, કોઈ સતાવે તો એને સહજભાવથી સહી લેવું, બિમારી આવે તો સહજભાવથી સહી લેવી. કષ્ટ આવે એને સહી લેવા એ કાયોત્સર્ગની પ્રાથમિક ભૂમિકા બતાવી છે. મહાવીર સ્વામી જાણતા હતા કે બધા જ પ્રકારના આરાધકો હશે. એક જ પ્રકારની વાત કરવાથી નહિ સમજી શકે અલગ અલગ રીતે બતાવવી પડશે. કાયાને ચડાવી દેવાની તૈયારી, કાયાને છોડી દેવાની તૈયારી, કાયાથી દૂર થઈ જવાની તૈયારી, કાયાથી ભિન્ન છું એવું જાણી લેવાની તૈયારી, કાયા કરતી હોય તો જોતો રહું એવું જાણી લેવાની તૈયારી કાયોત્સર્ગ દ્વાર જ પ્રાપ્ત થાય છે.
પશ્ચિમના કિંમતી વિચારક માર્શલ મેકલુહાન ! એ કહે છે કે મકાન આપણા શરીરનો જ વિસ્તાર છે. દૂરબીન આપણા આંખનો વિસ્તાર છે. બંદૂક આપણા નખોનો વિસ્તાર છે. એટલે જેમ જેમ વૈજ્ઞાનિક યુગ થતો જાય છે એટલું જ આપણું શરીર મોટું થતું જાય છે. માણસે જે પણ વિકાસ કર્યો છે. જેને આપણે પ્રગતિ કહીએ છીએ એ એના શરીરનો વિસ્તાર છે. એટલા માટે જ જેટલો વૈજ્ઞાનિક યુગ સઘન થતો જાય છે. એટલો જ આત્મભાવ ઓછો થતો જાય છે.
આત્મભાવો વધારવા માટે કાયોત્સર્ગનું પહેલું સૂત્ર છે. શરીર એ હું નથી. માણસ માન્યતા પ્રમાણે જીવનાર પ્રાણી છે. શરીર એ હું છું. એ માન્યતા એટલી પ્રગાઢ બની ગઈ છે કે ઊંઘમાં કે બેહોશીમાં પણ ખ્યાલ રહે છે. આ માન્યતાને તોડવા કાયોત્સર્ગનું પહેલું સૂત્ર લઈએ તો અદ્ભુત પરિણામ આવી જાય છે.
ઇ.સ. ૧૯૦૮માં કાશી નરેશનું એપેડિકસનું ઓપરેશન થયું અને નરેશે કહી દીધું કે એ કોઈ બેહોશીની દવા નહી લે. કારણ કે એ કાયોત્સર્ગની સાધના કરી રહ્યા હતા. છ ડૉક્ટરો ભેગા થઈને ઑપરેશન કર્યું પણ એ બધા ચકિત થઈ ગયા. નરેશને પૂછ્યું તમને દર્દની ખબર ન પડી ? મહારાજાએ કહ્યું જ્યારે હું ગીતાજીનો પાઠ કરું છું. હે માને શરીર – 1. શરીરના મરવાથી તુ મરતો 1. ગીતાજી